ડો. વિક્રમ સારાભાઈ મોબાઇલ વિજ્ઞાન પ્રદર્શની દ્વારા નર્મદાની સ્કૂલોમાં નિદર્શન

ડો.વિક્રમ સારાભાઈ મોબાઇલ વિજ્ઞાન પ્રદર્શની દ્વારા નર્મદાની સ્કૂલોમાં વિધાર્થીઓ માટે ખાસ જે તે સ્કૂલોમા મોબાઇલ બસ લઇને બસમાં ગોઠવાયેલ વિજ્ઞાન પ્રદર્શનનું નિદર્શન કરવામા આવ્યુ હતુ. જેમા રાજપીપલાની કન્યાવિનય મંદિર ઉપરાંત અન્ય સ્કૂલોમા મોબાઇલ વિજ્ઞાન પ્રદર્શની દ્વારા નર્મદાની સ્કૂલોમાં વિધાર્થીઓને વિજ્ઞાનપ્રદર્શન નિદર્શન કરાવ્યુ હતુ. જેમા બાળ કો સરલતાથી વિજ્ઞાન અને તેના સિધ્ધાંતો સમજી શકે તે માટે વર્કિંગ મોડેલદ્વારા અને સચિત્ર માહિતી દ્વારા વિધ્યાર્થીઓને જીવન ઉપયોગી વિજ્ઞાન સાથે સંકલાયેલ માહિતી ની સમજૂતી વોલાન્તિયર્શ દ્વારા આપવામા આવી હતી.
જેમા રસોઈ ઘર અને સ્વાસ્થ્ય, સંતુલિત આહાર, સ્વાસ્થ્યવિજ્ઞાન અને સ્વચ્છતા , ઉન્નત સફાઈ વ્યવસ્થાના લાભો, રૂતૂસ્ત્રાવ અને સ્વાસ્થ્ય વિજ્ઞાન, વ્યાયામ, ઊંઘ અને આરામ, રોગ અને બીમારીઓ, શૌચાલય આને સ્વચ્છતા, પેયજલ વિશે ઉપયોગી માહિતી દર્શાવવામા આવી હતી. એ ઉપરાંત થ્રીડી કેમેરા દ્વારા ડાયનોસૌર ની થ્રીડી ફિલ્મ અને વિજ્ઞાનના પ્રયોગોનું નિદર્શનપણ વિધ્યાર્થીઓને કરાવ્યુ હતુ.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપલા)