રાજપીપલાની કન્યા વિનય મંદિર સ્કૂલમાં ત્રિદિવસીય શાળાકીય રમતોત્સવ સંપન્ન

રાજપીપલાની કન્યા વિનય મંદિર ની ધોરણ 5 થી 12 ની ગર્લ્સ સ્કૂલમાં ત્રિદિવસીય શાળાકીય રમતોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે શાળાના ઈ.ચા. આચાર્ય જતીન વસાવે વિદ્યાર્થીની બહેનોને રમતગમતનું મહત્વ સમજાવી શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન મેદાન પર કરવા અનુરોધ કરી સારા ખેલાડી બનવા અનુરોધ કર્યો હતો, અને રમતના મેદાન પર ખેલદિલીની ભાવના સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા અનુરોધ કરી ભાગ લેનાર વિદ્યાર્થીની બહેનોને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે વ્યક્તિગત અને સાંધિક 35 જેટલી રમતો મેદાન પર રમાઇ હતી. જેમાં પ્રથમ દિવસે ક્રિકેટ, ફૂટબોલ, ક્રિકેટ તથા રિલે રમતોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધો હતો. અને વિવિધ રમતો જેવી કે લંગડી દોડ રીલે, ખોખો, કાનખજુરા દોડ, લબાચા દોડ, દેડકા કૂદ રેલી, ખોખો, વોલીબોલ, સ્લો સાઇકલ, કોથળા દોડ, લીંબુચમચી, દોરડા કૂદ, ગોળા ફેક, 100 મીટર દોડ, સંગીત ખુરશી, મેમરી ટેસ્ટ, રસ્સાખેચ જેવી રમતો મેદાનમાં પર રમાડવામાં આવી હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપળા)