જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી

ડી,વાય,એસ, પી પ્રદીપસિંહ જાડેજા ના જણાવ્યા પ્રમાણે જૂનાગઢ શહેરના તમામ એન્ટ્રી એકઝિટ પોઇન્ટ જેવાકે,વિશ્વાસ પ્રોજેક્ટ અન્વયે જૂનાગઢ શહેરમાં કુલ 53 જગ્યા ઉપર કુલ 246 કેમેરા લગાડવામાં આવેલ છે. આ કેમેરા PTZ, ANPR, FIX પ્રકારના ઉત્તમ કેમેરા લગાડવામાં આવેલ છે… મધુરમ, ટીંબાવાડી, સાબલ પુર ચોકડી, ધોરાજી ચોકડી, ઝાંઝરડા રોડ, બીલખા રોડ, વિગેરે જગ્યા ઉપર તેમજ ખાસ કરીને ટ્રાફિક જંકશનો જેવાકે કાળવા ચોક, ગાંધી ચોક, મજેવડી ગેઇટ, મોતીબાગ, સરદાર ચોક, વિગેરે જગ્યાઓ ઉપર આ કેમેરા લગાડવામાં આવેલ છે. આં કેમેરા દ્વારા સંવેદનશીલ તથા બજાર વિસ્તારો જેવાકે, સુખનાથ ચોક, દાતાર રોડ, મંગનાથ , એમ. જી. રોડ, જોષીપરા, ખલીલ પુર રોડ, વિગેરે જગ્યા તેમજ ભવનાથ, દાતાર, વેલિંગટેંન ડેમ, ઉપર કોટ, વિગેરે વિસ્તાર પણ કેમેરા દ્વારા આવરી લેતા ટ્રાફિક ની સમસ્યા હલ થશે.
રિપોર્ટર મહેશ કથીરિયા (જૂનાગઢ)