નર્મદા જિલ્લાના રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા બે શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક ઉત્કૃષ્ટ મંડળ ગુજરાતના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ દ્વારા ગાંધીનગર ખાતે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં છેલ્લા બે વર્ષ દરમિયાન 2017 -18 અને 2018- 19 ના વર્ષમાં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતાઓનું શાલ ઉડાડી સન્માનપત્ર એનાયત કરી સન્માન કરાયું હતું. જેમાં નર્મદા જિલ્લાના બે શ્રેષ્ઠ શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં 2018-19ના વર્ષમાં જાહેર થયેલ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક વિજેતા ભુછાડ શાળા પ્રાથમિક શાળાના શિક્ષક અને સીઆરસી કલમભાઈ વસાવા અને 2017-18 ના વિજેતા બોરીદ્રા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અનિલ મકવાણાનું રાજ્ય નાશિક મંત્રી ભુપેન્દ્ર ચુડાસમાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપળા)