રાષ્ટ્ર સેવિકા સમિતિનાં સંચાલિકા સરસ્વતિતાઇનું સ્મૃતિવર્ષ, સ્વામી વિવેકાનંદ અને જીજા માતાની જયંતિ નિમિત્તે સ્વરાંજલી કાર્યક્રમ

રાષ્ટ્ર સેવિકા સમિતિનાં સંચાલિકા સરસ્વતિતાઇનું સ્મૃતિવર્ષ, સ્વામી વિવેકાનંદ અને જીજા માતાની જયંતિ નિમિત્તે સ્વરાંજલી કાર્યક્રમ
Spread the love
  • સમગ્ર ગુજરાતના 130 અલગ અલગ જગ્યાએથી 1400 થી 1500 સેવિકા બહેનોએ ભાગ લીધો

રાષ્ટ્ર સેવિકા સમિતિનાં દ્વિતિય પ્રમુખ સંચાલિકા વં.સરસ્વતિતાઇ આપ્ટનું 25 મું સ્મૃતિવર્ષ તથા 12 જાન્યુઆરી એટલે કે,સ્વામી વિવેકાનંદ અને જીજા માતાની જયંતીના એમ ત્રિવેણી અવસર પર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્વરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતના 130 અલગ અલગ જગ્યાએથી 1400 થી 1500 સેવિકા બહેનોએ ભાગ લઈ ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલને માનવંદના આપતા રોમાંચક માહોલ જોવા મળ્યો હતો.

8 વર્ષથી 70 વર્ષ સુધીની બહેનો શૌર્ય પ્રદર્શનમાં જોડાઈ હતી,જેમાં વિદ્યાર્થીઓ અને ગૃહિણી ઉપરાંત ડોક્ટર, વકીલ, એન્જીનીયર, શિક્ષિકા, પ્રોફેસર તેમજ વિવિધ વ્યવસાયિક ક્ષેત્રની બહેનો હતી.અત્રે એ ઉલ્લેખનીય છે કે 100 પરુષો ભેગા કરવા સરળ છે પરંતુ 4 સ્ત્રીઓને ભેગી રાખવી અશક્ય છે તો અહીં એક સાથે વિવિધ જ્ઞાતિ, સમાજ અને સંપ્રદાયની મહિલાઓ ભેગી થઈ સમાજને સ્ત્રી સંગઠીતતા અને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે રાષ્ટ્ર સેવા સમિતિના પ્રમુખ સંચાલિકા શાંતા અક્કાજી, ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી વિભાવરીબેન દવે વિશેષ ઉપસ્થિત રહી સેવિકાઓ માર્ગદર્શન આપ્યું હતું.શાંતા અક્કાજીએ જણાવ્યું હતું કે મહિલાઓ પોતામાં રહેલી આંતરિક શક્તિને ઓળખે તો દેશનો વિકાસ કરવામાં એ પણ સક્ષમ છે.ભારતીય મહિલાઓ માતૃત્વનું પ્રતિનિધિત્વ કરી રહી છે.

ભારતને સમર્થ નેતૃત્વ અત્યારે મળ્યું છે એટલે જ ભારત આગળ જઇ રહ્યો છે.પેહલા વિદેશમાં ભારતનું કોઈ નામ પણ નહોતું લેતું જ્યારે અત્યારે વિશ્વ કક્ષાએ ભારતની બોલબાલા છે જે ખરેખર ગર્વ લેવા જેવી બાબત કહેવાય.આપણે એક જાગૃત નાગરિક તરીકે એ વિચારવું જોઈએ કે ભારતનું ભવિષ્ય કેવું હોવું જોઈએ, આપણો દેશ ભ્રષ્ટાચાર અને આતંકવાદ મુક્ત કેવી રીતે બની શકે.

તસવીર : જ્યોતિ  જગતાપ (રાજપીપલા)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!