તિલકવાડા આઇટીઆઇ ખાતે કબડ્ડી-સંગીત ખુરશી તેમજ વિવિધ પ્રકારની રમતોનું આયોજન

નર્મદા જિલ્લાના તિલકવાડા આઇટીઆઇ ખાતે નર્મદા જિલ્લા કક્ષાની વોલીબોલ, કબડ્ડી, સંગીત ખુરશી તેમજ વિવિધ પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવ્યુ હતું, યુવાનો રમતગમત ના માધ્યમથી ખેલદિલી અને એકતાની ભાવના કેળવે તેવા શુભ આશયથી રમતોમાં વિજેતા યુવાનોને ટ્રોફી અને મેડલનું ઈનામ વિતરણ કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં સરપંચ પરીષદ ગુજરાતનાં નર્મદા ઝોનનાં પ્રમુખ નિરંજનભાઈ એન.વસાવા, તિલકવાડા પ્રમુખ અરૂણભાઈ સી.તડવી તથા નહેરુ યુવા કેન્દ્રનાં વિઠ્ઠલભાઈ અને તેમજ અન્ય પદાધિકારીયો ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા