રાજપીપલા ખાતે કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદો માટે 3000 સ્વેટર અને 3000 ધાબળા વિતરણ

નર્મદા જિલ્લામાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે ત્યારે કડકડતી ઠંડીમાં જરૂરિયાત મંદ માટે નર્મદા જિલ્લામાં બાળકોને બહેનો માટે 3000 સ્વેટર અને 3000 ગામડાંઓ વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં નર્મદામાં કાર્યરત ફોર્ચ્યુન સુપોષણ પ્રોજેક્ટ અંતર્ગત અદાણી ફાઉન્ડેશન દ્વારા રાજપીપળા ખાતે ગવર્મેન્ટ સ્કૂલના પ્રાંગણમાં સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકાના ઉપપ્રમુખ સપનાબેન વસાવા તેમજ નર્મદા જિલ્લા પંચાયતના આઇસીડીએસ વિભાગના પ્રતિનીધીઓ પ્રિયંકાબેન, બ્રહ્માકુમારીઝના સંચાલક રાજયોગીની જીવનકાદીદી, સુપોષણ પ્રોજેક્ટના ડીસ્ટ્રીક્ટ કો ઓર્ડીનેટર શીતલબેન તથા અન્ય તાલુકાના ટીમ, ગામની સંગીની બહેનો તેમજ નાંદોદ તાલુકાના ગામડાઓમાંથી આવેલી 375 જેટલી સગર્ભા બહેનો અને ધાત્રી બહેનોનો અને 0 થી 5 વર્ષના બાળકો હાજર રહ્યા.
દીપ પ્રાગટ્ય બાદ સુપોષણ કાર્યક્રમ આગામી પાંચ વર્ષમાં કેવી કામગીરીમાં આવશે તેની સમજ આપવામાં આવી હતી. જેમાં બહેનો અને આરોગ્ય બાબતે સજાગ રહેવા તેમજ બાળક, કુટુંબ અને સમાજને તંદુરસ્ત રાખવા જણાવ્યું. સમુદાયની ભાગીદારી થી તંદુરસ્ત બાળકો, તંદુરસ્ત સમાજનું નિર્માણ કરી શકાશે. ઉપરાંત બહેનો, કિશોરી, ભાઈઓને વ્યસનથી દૂર રહેવાનું માર્ગદર્શન આપ્યું. જ્યારે બ્રહ્માકુમારીઝ રાજયોગીની જીવનીકાદીદીએ બહેનોને મનથી તંદુરસ્ત બને, પોતાના બાળકોમાં મેડિટેશનથી સદગુણોનો સંચાર કરવા પ્રોત્સાહિત કર્યા હતા. આઇસીડીએસ વિભાગ ના પ્રતિનીધીઓ પ્રિયંકાબેન વસાવા દ્વારા આઇસીડીએસ યોજનાની માહિતી આપી હતી અને તેનો લાભ લેવા સમજાવ્યા હતા. કાર્યક્રમના અંતમાં આવેલ 375 બહેનોને સ્વેટર અને ધાબળા વિતરણ કરવામાં આવેલું.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપળા)