સ્કીલ ડેવલોપમેન્ટ અને એન્ટરપ્રિન્યોરશીપ વિભાગના મંત્રી ડૉ. મહેન્દ્ર નાથ પાંડેઅને રાજ્યના કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર કેવડીયાની દ્વિ-દિવસીય મુલાકાતે

સ્કીલ ડેવલોપમેન્ટ અને એન્ટરપ્રિન્યોરશીપ વિભાગના મંત્રી ડૉ. મહેન્દ્ર નાથ પાંડેઅને રાજ્યના કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર કેવડીયાની દ્વિ-દિવસીય મુલાકાતે
Spread the love

ભારત સરકારના સ્કીલ ડેવલોપમેન્ટ અને એન્ટરપ્રિન્યોરશીપ વિભાગના મંત્રી ડૉ.મહેન્દ્રનાથ પાંડે અને ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રીશ્રી દિલીપ ઠાકોરે દ્વિ-દિવસીય  નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરી હતી. ત્યારબાદ ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હ્રદય સ્થાનેથી નર્મદા ડેમનો નજારો પણ માણ્યો હતો. તદ્ઉપરાંત  વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાની સાથે “મા નર્મદાના” પવિત્ર દર્શન થકી અલૌકિક ઉંચાઇએ પહોંચ્યાની અનુભૂતિ કરી હતી. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી. તેમણે પ્રોજેક્શન મેપીંગ લેસર-શો પણ રસપૂર્વક નિહાળ્યો હતો. ત્યારબાદ મંત્રીએ એકતા મોલ અને ગ્લોબ ગાર્ડનની પણ મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર અને નાયબ વહિવટદાર  નિલેશ દુબે, પ્રાંત અધિકારી કે.ડી.ભગત, નાયબ વન સંરક્ષક પ્રતિક પંડ્યા, લાયઝન અધિકારીરાજેન્દ્ર આચાર્ય વગેરે પણ મંત્રીની સાથે રહ્યા હતા. ત્યારબાદ મંત્રી ડૉ.મહેન્દ્ર નાથ પાંડે અને રાજ્યના કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરે એકતા ઓડીટોરીમ તેમજ એકતા નર્સરીની મુલાકાતમાં બામ્બુ ક્રાફ્ટ, એરીયા લીફ, યુટેન્સીલ્સ, ઓર્ગેનિક કુંડા, યાંત્રિક રીતે ઓર્ગેનિક થાળી-વાટકી બનાવટ-ઉત્પાદનની પ્રક્રિયાના નિરીક્ષણ ઉપરાંત હાઇડ્રોપોનિક હેન્ડીક્રાફ્ટ, મધમાખી ઉછેર, કડકનાથ મરઘા, ટ્રાયબલ હટમાં પ્રદર્શિત કરાયેલી ચીજ વસ્તુઓ અને સાધન સામગ્રી પણ રસપૂર્વક નિહાળી વિસ્તૃત માહિતી મેળવી હતી.

મંત્રી ડૉ.મહેન્દ્રનાથ પાંડેએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, આજની આ મુલાકાત લઇને મને લાગે છે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” થકી દેશની એકતા-વિકાસ, સમૃધ્ધિ, મજબૂતીનો સંદેશ આપ્યો છે અને આ સંદેશ હું લોકો સુધી પહોંચાડવાનું કામ કરીશ. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, અહીં સ્કીલ ડેવલોપમેન્ટનું સર્વોત્તમ કામ થયું છે. કેન્દ્રની સ્કીલ ડેવલોપમેન્ટ વિભાગની ટીમ અહીંયા આવીને અભ્યાસ કરશે અને દેશમાં અન્ય જગ્યાઓ પર તેનો અમલ કરાશે તેવી જાહેરાત પણ કરી હતી.

તસવીર : જ્યોતિ  જગતાપ (રાજપીપલા)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!