કડીના માથાસુરમાંથી દુર્લભ ગણાતી પ્રજાતિનું રેવી દેવી ઘુવડ ઇજાગ્રસ્ત મળી આવી

ઉત્તરાયણ ના બીજા દિવસે કડી તાલુકાના માથાસુર ગામમાંથી રેવી દેવી પ્રજાતિ નું ખુબજ દુર્લભ ગણાતી પ્રજાતિ નું ઘુવડ મળી આવતા પક્ષી જાણકારોની આંખોમાં ચમક આવી ગયી હતી. કડી વનવિભાગ ના અધિકારી ફાલ્ગુનભાઈએ જણાવ્યું કે આ પ્રજાતિનું ઘુવડ નામશેષ થયી ગયું છે.આ પ્રજાતિના ઘુવડનો ઉપયોગ અંધશ્રદ્ધા માં થતો હોવાથી સરકારે તેને રક્ષણ આપેલ છે.