પત્રકાર એકતા સંગઠન ગાંધીનગર જિલ્લા અને તાલુકા કારોબારીની રચના

પત્રકાર એકતા સંગઠન ગાંધીનગર જિલ્લા અને તાલુકા કારોબારીની રચના
Spread the love

નમસ્કાર,

ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓ પૈકી 18 જિલ્લાઓમાં પત્રકાર એકતા સંગઠનની કારોબારીની રચના પૂર્ણ થઈ ગયેલ છે. પત્રકાર એકતા સંગઠન આજે આપ સૌના સાથ સહકારથી એક રાજ્યવ્યાપી સંગઠન બની ચૂક્યું છે. આવતીકાલે બીજા પાંચ જિલ્લાની કારોબારીની રચના પૂર્ણ થયેથી કુલ 23 જિલ્લાઓમાં આ સંગઠન કાર્યરત થઈ જશે.

આ ઉપરાંત 250 તાલુકાઓ પૈકી હવે તાલુકા કક્ષાએ પણ કારોબારીની રચના શરૂ કરી દેવામાં આવી છે. જેમાં અંદાજિત 25થી વધુ તાલુકાઓમાં કારોબારીની રચના પૂર્ણ થઈ જવા પામી છે. આજરોજ પત્રકાર એકતા સંગઠન ગાંધીનગર જિલ્લા કારોબારી અને ગાંધીનગર તાલુકાની કારોબારીની રચના પૂર્ણ થયેલી જાહેર કરવામાં આવેલ છે.

ગાંધીનગર જિલ્લા કારોબારી
01. પ્રમુખ       – શ્રી કશ્યપભાઈ નિમાવત
02. ઉપપ્રમુખ – શ્રી પ્રકાશભાઈ બારોટ (ગાંધીનગર)
03. ઉપપ્રમુખ – શ્રી મનોજભાઈ બ્રહ્મભટ્ટ (દહેગામ)
04. ઉપપ્રમુખ – શ્રી રજનીભાઈ મિસ્ત્રી (કલોલ)
05. ઉપપ્રમુખ – (આરક્ષિત-પ્રતિક્ષામાં) (માણસા)
06. મહામંત્રી  – શ્રી મનોજભાઈ શુક્લ
07. ખજાનચી – શ્રી ઉપેન્દ્રભાઈ પટેલ
08. મંત્રી        – શ્રી નારણભાઈ પી. પટેલ
09. સહમંત્રી  – શ્રી જીલુભા ધાધલ
10. સહમંત્રી  – શ્રી યુવરાજસિંહ રાણા
11. સહમંત્રી   – શ્રી કાજલબેન વૈષ્ણવ
12. સહમંત્રી  – શ્રી કાદરભાઈ મેમણ
13. IT સેલ    – શ્રી તુષારભાઈ ધનેશ્વર
14. લીગલ એડવાઈઝર – શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી

ગાંધીનગર તાલુકા કારોબારી
01. પ્રમુખ       – શ્રી સમીરભાઈ રામી
02. ઉપપ્રમુખ – શ્રી હાર્દિકભાઈ વ્યાસ
03. ઉપપ્રમુખ – શ્રી ચંદનબેન બારોટ
04. ઉપપ્રમુખ – શ્રી રાજેન્દ્રભાઈ લીંબાચીયા
05. ઉપપ્રમુખ – શ્રી ભરતભાઈ પટેલ
06. મહામંત્રી  – શ્રી સંજયભાઈ થોરાત
07. ખજાનચી – શ્રી ધર્મિષ્ઠાબેન શર્મા
08. મંત્રી        – શ્રી ગાયત્રીબેન પંચાલ
09. સહમંત્રી   – શ્રી આરીફભાઈ મુલતાની
10. સહમંત્રી   – શ્રી માયાબેન એમ. બારોટ
11. સહમંત્રી   – શ્રી અમરસિંહ રાઠોડ
12. સહમંત્રી   – શ્રી અમિષાબેન લીંબાચીયા
13. IT સેલ    – શ્રી સ્મિતકુમાર વી. પટેલ
14. લીગલ એડવાઈઝર – શ્રી અમીતાબેન વાઘેલા

આ ઉપરાંત ગાંધીનગરના ચારેય તાલુકામાંથી જિલ્લા કક્ષાની કારોબારીમાં એક-એક હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે. હવે ચાર પૈકીના ત્રણ તાલુકા દહેગામ, કલોલ અને માણસા ખાતે ચાલી રહેલાં સ્થાનિક સંગઠનો સાથે પરામર્શ ચાલી રહ્યો છે. તેઓની આખેઆખી કારોબારી યથાવત્ રાખીને પત્રકાર એકતા સંગઠનમાં મર્જ કરવા અંગે ટૂંક સમયમાં સહમતિ મળી રહેશે તેવી અપેક્ષા છે.

ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ચાલતાં અનેક તાલુકા અને જિલ્લા કક્ષાના સંગઠનો પત્રકાર એકતા સંગઠનમાં મર્જ થઈ ચૂક્યાં છે, જે આપણા માટે ગૌરવની બાબત છે. હજુપણ ગુજરાતના અનેક તાલુકા અને જિલ્લા કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ અનેક સંગઠનો ચાલી રહ્યાં છે પરંતુ 5000થી વધુ સભ્યપદ અને પીઠબળ ધરાવતું એકમાત્ર સંગઠન ગુજરાતમાં આકાર પામી રહ્યું છે ત્યારે સૌ પત્રકારોને એકજૂથ બનવા અમારી નમ્ર અપીલ છે.

તાલુકા-જિલ્લા-રાજ્ય કક્ષાના આ સંગઠનમાં આપ સૌના સલાહ-સૂચનો આવકાર્ય છે અને સૌ કોઈએ સાથે મળીને સંગઠનને વધુ મજબૂત બનાવવાનું છે.

– કશ્યપ નિમાવત
પ્રમુખ, ગાંધીનગર જિલ્લો
પત્રકાર એકતા સંગઠન
(મો) 84010 88677

Admin

Admin

9909969099
Right Click Disabled!