સૌરાષ્ટ્ર યુનિ.ના શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય દ્વારા લાભુશંકર પુરોહિતને પૂજય મોરારી બાપુના હસ્તે એવોર્ડ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા પૂજય મોરારી બાપુના વરદહસ્તે પ્રો. લાભુશંકર પુરોહિતને ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ અને શ્રી ભારતીબેન કુંચાલાને લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ કુલપતિશ્રી ડો.નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિશ્રી ડો.વિજયભાઈ દેશાણીની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવેલ હતો. આ પ્રસંગે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષશ્રી પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા, જીયોના પ્રતિનિધિઓ તથા મહાનુભાવો તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)