પ્રાંતીજના નનાનપુર ગામે વર્ષોથી ચાલી આવતી ગાય-કૂતરાંને લાડું-સુખડી ખવડાવવાની પરંપરા આજે પણ અકબંધ

પ્રાંતીજના નનાનપુર ગામે વર્ષોથી ચાલી આવતી ગાય-કૂતરાંને લાડું-સુખડી ખવડાવવાની પરંપરા આજે પણ અકબંધ
Spread the love

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતીજ તાલુકાના નનાનપુર ગામે વર્ષોથી મુંગા પશુઓને ગાય અને કૂતરાઓને નાયી-પંચાલ ફળિયાના મહિલા મંડળ દ્વારા લાડું અને સુખડી બનાવી શિયાળામાં રોજે રોજ ખવડાવવામાં આવે છે,મહિલાઓ ભેગા થઈ ને જાતે સામગ્રી ભેગી કરી ભજન કરતાં કરતાં લાડું કે સુખડી બનાવે છે અને કુતરા કે ગાયને રોજે રોજ ખવડાવે પણ છે,આજના કળયુગમાં આજે કોઈ આવા અબોલા જીવને જાકારો જ આપે છે ત્યારે આ મહિલાઓ કોમી એકતા અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.વધુમાં આજુબાજુના ગામડાઓમાં પણ આવા પ્રયત્નો થાય તે માટે એક માટલી ભરી બીજા ગામમોં મોકલાવે છે જેથી દરેક ગામમાં આ સેવાઓ ચાલુ રહે છે,મહિલાઓ દ્વારા જણાવ્યું કે તેઓ નિઃસ્વાર્થ ભાવે આ સેવા કરે છે ,આ તેમની વર્ષો જૂની પરંપરા છે જે પેઢીઓથી ચાલી આવી છે અને આજે પણ અકબંધ છે,આ સેવામાં નાના મોટા તમામ જોડાય છે,બાળકો પણ આમાં જોડાઈને પ્રેરણા મેળવે છે.

મનુભાઈ નાયી (પ્રાંતિજ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!