IND vs AUS ની પ્રથમ મેચના મેન ઓફ ધ મેચ ડેવિડ વોર્નરે તેની ટ્રોફી રાજકોટ શહેર પોલીસને ભેટ કરી

IND vs AUS ની પ્રથમ મેચના મેન ઓફ ધ મેચ ડેવિડ વોર્નરે તેની ટ્રોફી રાજકોટ શહેર પોલીસને ભેટ કરી
Spread the love

હાલ ચાલી રહેલ IND vs AUS વન ડે સિરીઝમાં ઓસ્ટ્રેલિયા ભારતના પ્રવાસે છે. ત્યારે મુંબઇ વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ વન ડે મેચમાં મેન ઓફ ધ મેચની ટ્રોફી ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વૉર્નરને મળેલી હતી. ત્યાર બાદ બીજા મેચ માટે ઓસ્ટ્રેલિયા ટીમ ચાર દિવસથી રાજકોટમાં છે. અને મ્હે. સીપી શ્રી મનોજ અગ્રવાલ સા.ના સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પોલીસ આવેલ બન્ને ટીમો ની સુરક્ષા માટે ખડે પગે રહી અને ખૂબ જ સારી રીતે બંદોબસ્ત કરેલ હતો. આ સમય દરમિયાન માનનીય મુખ્યમંત્રી સાહેબ ના પણ બંદોબસ્ત સમાંતર ચાલતા હતા તેમ છતાં ક્રિકેટ બંદોબસ્ત રાજકોટ પોલીસ એ સુપેરે પાર પાડેલ અને શાંતિપૂર્ણ રીતે મેચ રમાયેલી હતી. જે બાબતે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ જે ઝોન 1 વિસ્તારમાં એ ડિવિઝન પો સ્ટે માં આવેલ ઇમપિરિયલ હોટેલ માં રોકાયેલ હતી. જે રાજકોટ પોલીસની હોટેલ પર ની અને ગ્રાઉન્ડ પર આવા જાવા માટે ની સુરક્ષા વ્યવસ્થાથી ખૂબ પ્રભાવિત થયેલ અને ખૂબ પ્રશંસા પણ કરેલ અને જેના લીધે ઓસ્ટ્રેલિયન ખેલાડી  ડેવિડ વોર્નરે પોતાને પ્રથમ વન-ડે મેચમાં મળેલ મેન ઓફ ધી મેચ ટ્રોફી સામેથી પોલીસ ઇન્સ્પેક્ટર વી જે ચાવડાને આપવાની ઈચ્છા વ્યક્ત કરેલ હતી. અને  ટીમના સિક્યોરિટી ઇન્ચાર્જ Frank Dimasi ના હસ્તે. પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. ચાવડા license branch જેવો સતત ખડે પગે ઓસ્ટ્રેલિયાની ટીમની સાથે ઇન્ચાર્જ તરીકે બંદોબસ્તમાં રહેલ અને ખૂબ જ સારી રીતે  તેઓની ફરજ બજાવેલ તેઓને યાદગીરી રૂપે શ્રી ડેવિડ વોર્નર એ પ્રથમ વન-ડે મેચમાં મળેલ મેન ઓફ ધી મેચ ની ટ્રોફી તેઓના રાજકોટ શહેરની ઇમ્પીરિયલ હોટલ ખાતેના રોકાણ દરમ્યાન રાજકોટ શહેર પોલીસની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ એનાયત કરવામાં આવેલ.

આ બંદોબસ્તમાં એસીપી કક્ષાના ૨ પીઆઈ 7 પીએસઆઇ 22 તથા પોલીસ કર્મચારી 160 કુલ 191 અધિકારી કર્મચારીઓએ બંદોબસ્તમાં ફરજ નિભાવી હતી બંદોબસ્તમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની બંને ટીમો જે હોટલ પર રોકાય હતી એ હોટેલ પર બંદોબસ્ત રાખવામાં આવેલ સાથે સાથે હોટેલથી ખંડેરી ગ્રાઉન્ડ પર જવા માટે બંને ટીમ સાથે જરૂરી સ્ટાફ એમના કોન્વે માં તથા એસ્કોર્ટ માં પણ રાખવામાં આવેલ હતા.

રિપોર્ટ : દિલીપ પરમાર  (રાજકોટ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!