પત્રકાર એકતા સંગઠનના મહામંત્રી અને સુરત ન્યૂઝના એડિટર સૈયદ હબીબ પર હુમલો

રૂપાણી રાજ મા ગુંડાગીરી બેફામ બની છે,અને પત્રકારો સલામત નથી, પ્રજા પ્રશ્નો માટે લડતા પત્રકારો ઉપર થતાં હુમલાઓ માટે રૂપાણી સરકાર નું ભ્રષ્ટ તંત્ર પ્રથમ જવાબદાર છે.
અધિકારીઓ હપ્તા ખાય અને ગેરકાયદે બાંધકામો કરવા દયે.. “કોના બાપ ની ગુજરાત” પત્રકારો આવાં દબાણ માટે મેટર બનાવે અથવા કોઈ જાગૃત નાગરિક અરજી કરે એટલે ભ્રષ્ટ બાબુઓ સામે વાળા ને જાણ કરી ઉશ્કેરવાનો ધંધો કરે છે. સડેલું સરકારી તંત્ર આં હુમલાઓ માટે પ્રથમ જવાબદાર છે.
સુરત પત્રકાર ઉપર થયેલ જીવલેણ હુમલા માટે મારનાર તો ગુન્હેગાર છે પરંતુ ઉશ્કેર નાર મદદગારી ના ૧૨૦ બી ના આરોપી ગણી તેના સામે પણ પોલીસે પગલાં લેવા જોઈએ તેવી માંગ પત્રકાર એકતા સંગઠન કરે છે..અને સુરત પત્રકાર ઉપર ના હુમલા ને સખત શબ્દોમાં વખોડી કાઢીને..પાણી વગરના રૂપાણી ને જણાવે છે કે તમારા રાજ મા પત્રકાર સલામત ન હોત તો પ્રજા કેવી સલામત હશે..?
નબળો નેતા સંસ્કારી ,ગરવી ગુજરાત ને ગુન્હાખોરી નું ગુજરાત બનાવી દીધું છે. પ્રજાની અને પત્રકારો ની સહન શકતી હવે ખૂટી છે..
કમળ કાદવ માથી ખીલ્યું હતું..પરંતુ કાદવ મા જ ધરબાઈ જશે એ દિવસો દૂર નથી…સુરત સંગઠન ઇજા પામનાર અમારા સંગઠન ના મહા મંત્રી સાથે ખડે પગે મદદ મા ઉભું છે..પરંતુ આખા ગુજરાત ના હજજારો પત્રકારો તમારી સાથે છે.
રૂપાણી સરકાર નો સૂતેલો કે નમાલો આત્મા જાગે,તો પ્રજાનું ભલું થાય. પત્રકાર એકતા સંગઠન થોડા સમયમાં સરકાર માટે માથા નો દુખાવો બની જશે…હજુ સમય છે…સરકાર પ્રજાની અને પત્રકારો ની ચિંતા કરે…
આજ નિર્દોષ લોકો પીટાઈ રહ્યા છે. પરંતુ આં જ ચાલ્યું તો નેતાઓ ને પણ બહાર નીકળવું કઠણ પડી જાય તો નવાઈ નહી…ગુજરાત ભર નાં પત્રક્કરો નો અવાજ છે. હુમલાખોરો કોઈપણ હોય, તેને સુધારવા પોલીસ નનો ઉપયોગ કરો…બિહાર હવે ગુજરાત ની હાલત ઉપર હસી રહ્યું છે..જાગો રૂપાણી..જાગો..કંટ્રોલ n થાય તો ઘેર બેસો અને ત્રેવડ વાળા ને તક આપો..કાયદોને વ્યવસ્થા ગુંડાઓ, ટપોરીઓ, ગુન્હાખોરી, દારૂડિયાઓના ઘેર પાણી ભરે છે..
પત્રકાર એકતા સંગઠન ના તમામ હોદ્દેદારો ,જોન ટીમો,જિલ્લા સંગઠન ની ટીમો ના સંદેશાઓ આવી રહ્યા છે..બસ રૂપાણી નો આત્મા જાગે..તેવી પ્રભુ પ્રાર્થના…
– લાભુભાઈ પી. કાત્રોડીયા..
પ્રમુખ..ગુજરાત…
રિપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)