લીંબડી ખાતે એસ.બી.આઇ. જનરલ મેનેજર અમદાવાદ સર્કલની મુલાકાત

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબ્ડી તાલુકામાં આવેલ મીલન જીન ગુજરાતભરમાં પ્રખ્યાત છે ત્યારે એસ.બી.આઇ. ના દુખબન્ધુ રાથ ચીફ જનરલ મેનેજર અમદાવાદ વિભાગ ની મુલાકાત હતી ત્યારે મીલન જીનના માલીક બાબુભાઇએ અને તેમના જીનના સ્ટાફ દ્વારા વાજતે ગાજતે સ્વાગત કરેલ તે સમયે આ જીનમાં કામ કરતા મજદુરના બાળકોને પોલીયો રસિકરણ પણ કરવામાં આવ્યું હતું ત્યારે જનરલ મેનેજરે જણાવ્યુ હતુ કે મીલના કામદારોને પ્રોટીનયુકત ખોરાક આપવો જોઇએ જેથી તેમની આરોગ્ય સારૂ રહે તેમજ તેઓ સારીરીતે કામગીરી કરી શકે તો મીલની તો દેરી દેશની પણ પ્રગતી થશે તે સમયે દુખબન્ધુ રાથના વરદ હસ્તે કામદારોને પ્રોટીન યુકત ખોરાકનું વિતરણ કરી વૃક્ષારોપણ પણ કર્યું હતું ત્યારે વધુમાં મીલના કર્મચારીઓ મજુરોને SBI ની અલગ અલગ સ્કીમો જણાવી અને ભવિષ્યમાં મુડીરોકાણના ફાયદાઓ જણાવ્યા હતા.
રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (લીંબડી)