કડીમાં SV હાઇસ્કૂલના NSS યુનિટ દ્વારા મેરેથોન દોડ અને સાઇકલ રેલીનું આયોજન

કડીમાં શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર ગણાતી સર્વવિદ્યાલય કેમ્પસની એસ.વી.હાઈસ્કૂલના એન.એસ.એસ.યુનિટ દ્વારા ફીટ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત મેરેથોન દોડ અને સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આ રેલીને શાળાના આચાર્ય કે.એસ.પટેલ તેમજ એન.સી.સી.ઓફિસર ડી.આર.પટેલ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રેલી શાળા કેમ્પસ તેમજ કડી નગરની સોસાયટીમાં સ્વચ્છતા અને આરોગ્યના સ્લોગનોના નાદ સાથે નાગરિકોમાં જાગૃકતા લાવવાનો સંદેશો પાઠવી શાળાના મેદાનમાં સભા સ્વરૂપે ફેરવાયી ગયી હતી.જેમાં શાળાના વ્યાયામ શિક્ષકોએ શરીર સ્વાસ્થ્યની માહિતી આપી વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા બદ્ધ કર્યા હતા.