રાજપીપળા : શ્રી સરસ્વતી વિદ્યા વિહાર શાળા સુવર્ણ જયંતિ મહોત્સવ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન

રાજપીપળા : શ્રી સરસ્વતી વિદ્યા વિહાર શાળા સુવર્ણ જયંતિ મહોત્સવ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન
Spread the love

શ્રી સરસ્વતી વિદ્યા મંડળ ઓડી સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા વિહાર શાળા ની સ્થાપના ઈ. સ 1969 થી ઈ.સ. 2019 સુધી 50 વર્ષ પૂર્ણ થતા શાળામાં સુવર્ણ જયંતિ મહોત્સવ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન રમેશભાઈ માછીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન નર્મદા જિલ્લા શિક્ષણ અધિકારી ડો.નીપાબેન પટેલ, નર્મદા જિલ્લાના એ.ડી.એચ.ઓ વિપુલભાઈ ગામીત, ગુજરાત રાજ્યશાળા સંચાલક મહામંડળ નર્મદાના પ્રમુખ મહેશભાઈ પટેલ, આચાર્ય સંઘ નર્મદાના પ્રમુખ રાજેન્દ્રકુમાર પટેલ વગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કુલ 28 પ્રકારની વિવિધ ઇવેન્ટ રજૂ કરવામાં આવી હતી. જેમાં શાળાના 450 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. વિવિધ કૃતિઓ માં ગરબા, પાણી બચાવો નાટક, જનરેશન ગેપ, જેવા નાટકો, ગણેશ વંદના, ભૂલો ભલે માતા-પિતા કેન્દ્રમાં રાખી ડાન્સ, જોઈન્ટ ફેમેલી, મોબાઈલ એડિશન, ચતુરનાર વગેરે ડાન્સની વિવિધ કૃતિઓ બાળકોએ સ્ટેજ ઉપર સુંદર અભિનય સાથે રજૂઆત કરી હતી. આ સુવર્ણ જયંતિ કાર્યક્રમમાં ઓરી, વરખડ, હૅબલી, નીકોલી, નવાપરા

કાદરોજ, સિસોદરા બકરાલ ગામમાં વગેરે ગામોમાંથી મોટી સંખ્યામાં લગભગ 2500 ની સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સંસ્કૃતિક કાર્યક્રમ માં એકઠા થયા હતા.
આ સુવર્ણ જયંતિ ઉજવણી કાર્યક્રમમાં લગભગ 2500 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સુવર્ણ જયંતિ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દાતાઓ તરફથી લગભગ 22 લાખ રૂપિયા દાન મંડળને મળેલ છે. જેમાં 15 લાખ ભરતભાઇ દેસાઇ (અમેરિકા) સ્થિત શૈક્ષણિક ઉપયોગ માટે આપ્યું હતું.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!