નર્મદા જિલ્લાના મિશન ઇન્દ્રધનુષ એ 2.0 ના કાર્યક્રમોનું આયોજન

નર્મદા જિલ્લાના મિશન ઇન્દ્રધનુષ એ 2.0 ના કાર્યક્રમોનું આયોજન
Spread the love

નર્મદા જિલ્લામાં મિશન ઇન્દ્રધનુષ 2.0 ના કાર્યક્રમો ચાલી રહ્યા છે જેમાં નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ૩ ગામોમાં આ કાનાપાડા, મોવી, હાલગામમાં કલાકારોએ નાટકો ભજવ્યા હતા. ભારત સરકારના સુચના અને પ્રસારણ મંત્રાલય પ્રાદેશિક લોક સંપર્ક બ્યૂરો અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી નર્મદા તેમજ કચેરી સાગબારાના ઉપક્રમે 2.0 ના જનજાગૃતિ અર્થે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં સગર્ભા બહેનો, પ્રસુતિ માતાઓ, નવજાત બાળકોના સંપુર્ણ રસીકરણની જાણકારી અને વિસ્તૃત આરોગ્ય લક્ષી માહિતી પોષણ અભિયાન નવજાત શિશુ સંભાળ 5 થી 7 રસીકરણની જાણકારી મિશન ઇન્દ્રધનુષ 2.0 હેઠળ અમદાવાદના રાજુ જોશીની ટીમના કલાકારો નાટકના કાર્યક્રમો યોજાયા હતા.

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ૩ ગામોમાં કનાપડા, મોવી, હલગામમાં ભજવ્યા છે. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર, આરોગ્ય કર્મચારી, તાલુકા હેલ્થ ઓફિસર, આશા બહેનો, આંગણવાડી વર્કરો, સરપંચ, ગ્રામજનોના સહકારથી આ રાષ્ટ્રીય રસીકરણ પ્રોગ્રામને સફળ બનાવેલ છે. પેરા ઈન્ફોર્મેશન બ્યૂરો ભારત સરકારના એ.ડી.જી કાકડીયાના પ્રાદેશિક લોકસંકપ બ્યુરોના સરિતાબેન દલાલ, નોડલ ઓફિસર સંજય શાહ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!