લીંબડી પાલિકા ૧ થી ૭ વોર્ડમાં રૂ. ૬ કરોડના ખર્ચે વિકાસના કામમાં લોટ પાણી અને લાકડા….

- લીંબડી પાલિકાના ૧ થી ૭ વોર્ડમાં રૂ . ૬ કરોડના ખર્ચે વિકાસના કામમાં લોટ પાણી અને લાકડા વિવેકાનંદનગર સોસાયટીના સીસી રોડના કામમાં મોટા પાયે ભષ્ટ્રાચારની રાવ
લીંબડી નગરપાલિકા વિસ્તારના ૧ થી ૭ વોર્ડમાં રૂ . ૬ કરોડના ખર્ચે સીસી રોડ અને ગટરના કામ શરૂ કરવામાં આવ્યા છે . જેમા વિવેકાનંદ નગર સોસાયટીમાં સીસી રોડના કામમાં નિતિ નિયમોને નેવે મુકીને કોન્ટ્રાકટર પોતાની માન માની મુજબ રોડ બનાવી નાખવામાં આવ્યો છે . નવા બનાવેલા રોડમાં પાણી નિકાલ માટે જે ઢાળ આપવો જોઈએ તે ન આપતા હાલ નવા બનાવેલા રોડમાં પાણીનો ભરાવો થતા સોસાયટીમાં ભયંકર રોગચાળો ફેલાવાની દહેશત સેવાઈ રહી છે. રાજય સરકાર દારા લોકોની પાયાગત સુવિધાઓ રોડ રસ્તા અને ગટર બનાવવા માટે કોરોડો રૂપીયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે . જેમા લીબડી પાલિકા વોર્ડ નં. ૧ થી ૭ માં રૂ. ૬ કરોડના ખર્ચે સીસી રોડ અને ગટરના કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે .
જેમા વિવેકાનંદ નગર સોસાયટીના નિર્માણ થયાને ૩૦ વર્ષમાં પ્રથમ વાર સીસી રોડના કામ શરૂ કરવામાં આવતા લોકોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી . સોસાયટીમાં નવા બનાવેલા સીસી રોડમાં ગટરની કોઈ જોગવાઈ ન હતી અને રોડને એક પણ બાજુ ઢાળ આપવામાં નહી આવતા તમામ મકાનોના પાણી રોડ ઉપર ફરી વળતા સોસાયટીમાં રોગચાળે ફેલાવાની દહેશત સેવાઈ રહી છે. આ બાબતે સોસાયટીના જે. ડી. શાદ, ડી. કે. જાદવ, દશરથસિહ રણજીતસિંહ કરણદાન ગઢવી, બીજરાજસિંહ ઝાલા સહીતના રહીશો લીંબડી નગરપાલિકાના પ્રમુખને રજૂઆત કરી નવા બનાવેલા રોડનો ઢાળ આપી નિતી નીયમ મુજબ કામ કરવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (લીંબડી)