મોટા પ્રમાણમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી આજીડેમ પોલીસ સ્ટેશન

રાજકોટ શહેરમાં દારૂની બંદી દુર કરવા ખાસ ઝુંબેશ રાખી દારૂની બંદી નિસતો નાબુદ કરેલ હોય. જે અનુસંધાને પેટ્રોલીંગ દરમિયાન રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઠારીયા ગામના ગેટ પાસેથી બોલેરો પીકઅપ વાહન નં. GJ.36.T 4785 ગાડીમાં જુદી.જુદી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો નંગ. 1200 ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
મુદામાલ
ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો બોટલ નંગ. 1200. કિ. 4.20.000 નો મુદામાલ. તથા બોલેરો પીકઅપ વાહન કિ. 5.00.000 કુલ. 9.20.000 નો મુદામાલ કબજે કરેલ છે.
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર એ.એસ.ચાવડા તથા વી.બી.સુખાનંદી તથા કનકસિંહ સોલંકી તથા શૈલેષભાઈ ભીસંડીયા તથા મહેનદ્રભાઈ પરમાર તથા ધમેન્દ્રસિંહ ઝાલા તથા કિરીટભાઈ રામાવત તથા વિપુલભાઈ અજાણા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)