મહેસાણામાં દિકરી સાથે પાપ આચરનાર હેવાન પિતાની આખરે ધરપકડ

મહેસાણામાં દિકરી સાથે પાપ આચરનાર હેવાન પિતાની આખરે ધરપકડ
Spread the love
  • પોતાના બાપ અને માસાની હેવાનીયતનો ભોગ બનતી રહી હતી. ૧૪ વર્ષની ઉમરે પિતા તથા ત્યાર બાદ માસાએ કુર્કમ આચરી ન શહેવાય ન કહેવાય તેવી કિશોરીની દર્દનાક આપવીતી બહાર આવતાં જ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ફિટકારની લાગણી પ્રવર્તી રહી

મહેસાણાની એક કિશોરી સગીર અવસ્થાથી છેલ્લા ચાર વર્ષથી પોતાના બાપ અને માસાની હેવાનીયતનો ભોગ બનતી રહી હતી. ૧૪ વર્ષની ઉમરે પિતા તથા ત્યાર બાદ માસાએ કુર્કમ આચરી ન શહેવાય ન કહેવાય તેવી કિશોરીની દર્દનાક આપવીતી બહાર આવતાં જ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ફિટકારની લાગણી પ્રવર્તી રહી છે.જેની મહેસાણા એડીવીઝન પોલીસે સામાજિક કલંકરૃપ ઘટનામાં સંડોવાયેલા પિતાની ધરપકડ કરી છે. જ્યારે વિકૃતિની હદ વટાવી વટાવનાર માસાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પાટણ સ્થિત સખી વન સ્ટોપ સેન્ટરમાં યેનકેન પ્રકારે પહોંચેલી મહેસાણાની કિશોરીએ સીડબલ્યુસી સેન્ટરની દરમિયાનગીરી બાદ ધો.૯માં અભ્યાસ કરતી હતી. ત્યારથી સતત ચાર વર્ષ સુધી તેની સાથે બનેલી દર્દનાક ઘટનાક્રમ સંભળાવતાં કઠણ કાળજાનો માનવી પણ ધુ્રજી ઉઠે. તેના જણાવ્યા પ્રમાણે પોતાના જ ઘરમાં ૧૪ વર્ષની ઉંમરે તેના પિતાએ પ્રથમવાર કુકર્મ આચર્યું હતું. આ અંગે માતાને જણાવ્યું પણ અનદેખી કરતાં આ સીલસીલો સતત ચાર વર્ષ સુધી ચાલતો રહ્યો હતો. ધો.૧૨માં પહોંચેલી કિશોરીએ પોતાની સાથે થઈ રહેલા અત્યાચાર સામે એકાએક અવાજ ઉઠાવતાં તેને વિસનગર રહેતી માસીને ત્યાં મોકલી દેવાઈ હતી. પરંતુ તેની કમનસીબીએ અહીં પણ પીછો નછોડયો અને માસાએ વિકૃતિની હદ વટાવી હવસનો શિકાર બનાવી હતી.

દરમિયાન અસહનીય પરિસ્થિતિઓમાંથી છૂટવા મથી રહેલી કિશોરી માંડ-માંડ પાટણના સળીવન સેનટરમાં પહોંચી હતી. અહીં તેણીએ સીડબલ્યુસી સેન્ટરની ટીમ સમક્ષ પોતાની આપવીતી જણાવતા ચોંકાવનારી ઘટના સામે આવી હતી. મહેસાણા એડિવીઝન પોલીસે પિતા અને માસા વિરુદ્ધ ગુનો દાખલ કરી ભોગ બનેલી કિશોરીનું મેડિકલ પરિક્ષણ કરવાની તજવીજ શરૃ કરી હતી. જ્યારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પિતાની ધરપકડ કરી છે. જ્યારે ફરાર માસાને પકડવા શોધખોળ આરંભી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!