લીંબડી ખત્રી સમાજ દ્વારા સન્માન સમારોહ યોજાયો

લીંબડી જે છોટા કાશી તરીકે નું બિરૂદ આપેલ છે જ્યારે લીંબડી માં દરેક ધર્મ ના ભારત સૌથી મોટી ગાદીઓ આવેલ છે. એટલે લીંબડી છોટા કાશી ખુબજ પ્રસિદ્ધ છે. જ્યારે જામનગર જિલ્લા ના લાલપુર ગામ ના ખત્રી સમાજ ના આગેવાન ભુપેન્દ્રભાઈ નટવરલાલ આશરા કે જેઓ પોતાનો સાંસારિક પદ છોડી, પોતાના પત્ની અને પુત્રો પોતાના કુટુંબ પરિવાર નો ત્યાગ કરીને જૈન ધર્મ માં દીક્ષા અંગીકાર કરતા તેમજ મોક્ષ ગતિએ જાય છે ત્યારે આજે લીંબડી ખાતે લીંબડી બ્રહ્મ શત્રિય સમાજ દ્વારા સન્માન પત્ર, સાફો સહિત વિગેરે અર્પણ કરીને તેઓનું તેમજ તેમના પરિવાર નું સન્માન કરવામાં આવ્યું હતું. જયારે લીંબડી માં દિક્ષાર્થીને દીક્ષા લેવા નો પ્રસંગ 180 વર્ષ પછી લીંબડી ના આંગણે આવ્યો છે.
આ સન્માન સમારોહ માં લીંબડી મોટા મંદિર ના મહંત લલિતકિશોરદાસજીબાપુ, કબીર આશ્રમ ના મહંત ચરણદાસજી બાપુ, જૈન સમાજ ના ગુરૂ જી, ગુજરાત ગૌણ સેવા સમિતિના માજી ચેરમેન પ્રકાશભાઈ સોની, ચોટીલા વિધાનસભા ના ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, અખિલ ભારતીય ખત્રી મહાસભા ના પ્રમુખ ધનરાજભાઈ ખત્રી, અખિલ ગુજરાત ખત્રી સમાજ ના સંગઠન સુનિતાબેન કિરી, લીંબડીના ઉધોગપતિ બાબુભાઇ જિનવાળા, પ્રવિણભાઇ ચાંપાનેરી, હસુભાઈ શેઠ, લીંબડી ખત્રી સમાજ ના ટ્રસ્ટી ઓ માં સી.સી.નિર્મળ, જેઠાભાઇ ખત્રી, દિલીપભાઈ વલેરા, કલ્પેશભાઈ વીંછી, મહેશભાઈ મામતોરા, નયનીશભાઈ દુબલ, અતુલભાઈ સોનેજી, તેમજ દરેક સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.
રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (લીંબડી)