અરવલ્લી જિલ્લામાં ત્રિ-દિવસીય પોષણ અભિયાનનો પ્રારંભ

- અરવલ્લી જિલ્લા પ્રભારી સચિવ શ્રી રૂપવંતસિંઘે ધનસુરાથી પોષણ અભિયાનની શરૂઆત કરાવી
સમગ્ર રાજ્ય વ્યાપી આરંભાયેલા પોષણ અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતેથી જિલ્લા પ્રભારી શ્રી રૂપવંતસિંઘે નાના ભૂલકાઓને અન્નપ્રાસ આપીને અભિયાનની શરૂઆત કરાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી એ સહિ પોષણ દેશ રોશનનો રાષ્ટ્રવ્યાપી આ કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દાહોદ ખાતેથી સમગ્ર રાજ્યમાં પોષણ અભિયાનની શરૂઆત કરી છે. જેમાં કુપોષણના કલંકને દૂર કરવા અને તંદુરસ્ત ગુજરાતના નિર્માણ માટે ગામના શ્રેષ્ઠીઓ, આગેવાનો અને સેવાભાવી સંસ્થાઓ જોડાય તે જરૂરી છે.
તેમણે ઉમેર્યુ હતું કે, જેમ સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવમાં શાળાએ જઇ ને વરિષ્ઠ સનદી અધિકારીઓ બાળકોને પ્રવેશ અપાવે છે તેમ આંગણવાડીમાં એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે પોષણ અભિયાનમાં તમામ અધિકારી-પદાધિકારીઓને જોડવામાં આવ્યા છે. આ ત્રિ-દિવસીય દરમિયાનના જન આંદોલનમાં ૧૧૦૦થી વધુ કાર્યક્રમો હાથ ધરી રાજયની ૫૩ હજાર આંગણવાડીઓમાં ૧.૭ લાખથી વધુ આંગણવાડી કાર્યકર- તેડાગર બહેનો અભિયાને સાચ અર્થમાં સાર્થક કરશે. જયારે રાજયની ૫૦ લાખથી વધુ સર્ગભા/ધાત્રી બહેનો અને કિશોરીઓને આનો અને બાળકાને લાભ આપવામાં આવશે. આંગણવાડી કાર્યકરોને ૧૧ જેટલા રજીસ્ટરોમાંથી મુક્તિ આપીને સ્માર્ટ ફોન આપીને રાજય સરકાર ડિઝીટીલાઇઝશનની દિશામાં આગળ વધી રહી હોવાનું તેમણે ઉમેર્યુ હતું.
પોષણ અભિયાન દરમિયાન નાના ભૂલકાઓેને અન્નપ્રાસ આપવામાં આવ્યું હતું જયારે તંદુરસ્ત બાળ અને વાનગી સ્પર્ધામાં વિજેતાઓ અને પોષણ અભિયાનને સાચા અર્થમાં સાર્થક કરનાર પાલક વાલીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જયાં કુપોષણના કલંકને દૂર કરવા માટે યોજાયેલ આરતીએ સૌને અભિયાનમાં એકઝૂટ થવાનો સંદશો આપ્યો હતો. કાર્યક્રમાં જિલ્લા સમાહર્તા શ્રી અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ. અનિલ ધામેલીયા, જિલ્લા અગ્રણી અને સાબરકાંઠા જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ શ્રી હેમલત્તાબેન પટેલ, અતુલભાઇ બ્રહ્મભટ્ટ,પોગ્રામ ઓફિસર, સી.ડી.પી.ઓ., આંગણવાડી વર્કર અને આશાવર્કર બહેનો, તલાટી, સરપંચો, ગામના આગેવાનો ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)