ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો પકડી પાડતી કુવાડવા પોલીસ

કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર દિલીપભાઈ બોરીચા તથા મનીષભાઈ ચાવડા નાઓને ખાનગીરાહે મળેલી બાતમીના આધારે સાયપર ગામના પાટીયાથી નજીક આવેલ વાડીમાં રહેણાંક મકાનમાંથી ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી
વિનોદભાઈ ચનાભાઈ જાદવ. જાતે.કોળી ઉ.૩૫ રહે. સાયપર ગામ રાજકોટ.
મુદામાલ
ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો કુલ.૭૪૪ કિ.૨.૯૭.૬૦૦ નો મુદામાલ કબજે કરેલ છે.
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર એ.આર.પરમાર તથા આર.એલ.ખટાણા તથા બી.ડી.ભરવાડ તથા મનીષભાઈ ચાવડા તથા દિલીપભાઈ બોરીચા તથા નિલેશભાઈ વાવેચા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)