રાજુલા તાલુકામા પોષણ અભિયાન કાર્યક્રમનુ સુંદર આયોજન

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની ચાર જિલ્લા પંચાયત સીટના વિસ્તારના ગામો ધારેશ્વર, બાબરીયાધાર, વિસળીયા અને કોવાયામાં બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓના પોષણ સ્તરમા સુધારો લાવવાના ઝુંબેસ રૂપે લોકજાગૃતિ અને જનભાગીદારીના હેતુ સાથે પોષણ અભિયાન કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં પોષણ આરતી સાથે શરૂઆત કરવામાં આવી અને પછી આમંત્રિત મહાનુભાવો દ્વારા અનપ્રાશન વિધિ, શાળાના બાળકો દ્વારા પોષણ અદાલત નાટક, વૃક્ષમાં બીજ તું પોષણ માટે અમૂલ્ય ૧૦૦૦ દિવસ ફિલ્મનું નિર્દેશન તેમજ બાળ તંદુરસ્તી અને વાનગી હરીફાઈ કરી પ્રોત્સાહક ઈનામ વિતરણ કરાયું અને પાલક દાતાઓનું સન્માન કરવામા આવેલ ત્યારબાદ ડૉ.એચ. એફ. પટેલ સાહેબ દ્વારા કુપોષિતમાંથી સુપોષિત કરવા માટેનું માર્ગદર્શન અપાયું.
જેમાં ઓછા વજનવાળા બાળકોને લીલા જોનમાં લાવવા, બાળકોને સંપુર્ણ રસીકરણ કરાવવું, કિશોરીઓમાં એનિમિયાનુ પ્રમાણ ઘટાડવું તેમજ માતા અને બાળ મરણ ઘટાડવા ઉપર ભાર મુકેલ અને સુપોષિત ગુજરાત માટે સંગઠિત, સંકલિત અને સધન પ્રયાસો કરવા હાકલ કરેલ. આ કાર્યક્રમમા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એચ.એફ.પટેલ, આઈએફએસ ડૉ.પ્રિયંકા ગેહલોત, જીલ્લા પંચાયત સભ્ય શુકલભાઈ બલદાણીયા, રેખાબેન કમલેશભાઈ મકવાણા, અરજણભાઈ લાખણોત્રા, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરિયા, પ્રતાપભાઈ મકવાણા, વિક્રમભાઈ શિયાળ, સીડીપીઓ નીતાબેન વ્યાસ, સુપરવાઈઝર સંજયભાઈ દવે અને નીતાબેન મહેતા સહિતના આરોગ્ય અને આઇસીડીએસના સ્ટાફ દ્વારા સફળતાપુર્વક કાર્યક્રમ કરેલ જે યાદીમા જણાવેલ છે.
યોગેશ કાનાબાર (રાજુલા)