ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ સ્થાપના દિવસની ઉજવણી

ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ સ્થાપનાદિન ની ઉજવણી નિમિત્તે માતરીયા તળાવ પાસે ભવ્ય લોકડાયરા નું આયોજન કરવામાં આવ્યું. જેમાં શ્રી અભેસિંહ રાઠોડ, શ્રીમતી દમયંતીબેન બરડાઈ જેવા લોકગાયકો અને શ્રી જીતુભાઈ દ્વારકાવાળા જેવા હાસ્ય કલાકાર દ્વારા માતરીયા તળાવના પટાંગણમાં રમઝટ બોલાવવામાં આવી. જેમાં ભરૂચના ધારાસભ્ય શ્રીદુષ્યંતભાઈ પટેલ, જિલ્લા કલેકટર શ્રી ડૉ. એમ. ડી.મોડિયા, જિલ્લા મહામંત્રી શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રી, જિલ્લાના મંત્રી શ્રી દિવ્યેશભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ સુરભિબહેન તમાકુવાલા , ઉપપ્રમુખશ્રી ભરતભાઇ શાહ,મુખ્ય અધિકારીશ્રી સંજયભાઈ સોની, શહેર પ્રમુખશ્રી ધનજીભાઈ ગોહિલ, મહામંત્રીશ્રી દિપકભાઇ મિસ્ત્રી, જતિનભાઈ શાહ, કારોબારી ચેરમેનશ્રી, પક્ષના નેતાશ્રી, નગરપાલિકાના વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ, સભ્યશ્રીઓ, આમંત્રિત મહેમાનો, અધિકારીશ્રીઓ અને ભરૂચ શહેરની જાહેર જનતાએ મોટી સંખ્યામાં હાજર રહી લોક ડાયરાની મોજ માણી હતી..