લીંબડી મોટાવાસ વિસ્તારના યુવાનોએ માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું

લીંબડી મોટાવાસ વિસ્તારના યુવાનોએ માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું
Spread the love
  • આધેડ વયના વૃધ્ધને કર્ણાટક પહોંચાડવા કરી મદદ

લીંબડી અમદાવાદ અને લીંબડી રાજકોટ હાઈવે પર અવાર-નવાર કઈના કઈક બનાવ બનતાં હોય છે ત્યારે આજે બપોરના સમય દરમ્યાન જામનગરમા વોચમેનની નોકરી કરતા ઈકબાલ હુસેન કાદરી જેઓને ત્રણ દિકરીઓ છે અને જેઓ જામનગર થી પરત પોતાના વતન કર્ણાટક તરફ જઈ રહ્યા હતા ત્યારે એકાએક છાતીમાં દુખતા ટ્રક ડ્રાઈવરે લીબડી હાઇવે પર આ આધેડ વયના વૃદ્ધને ડરના મારે ઉતારી મુકેલ અને પોતાના બેગમાં રહેલ પૈસા આ ટ્રક ડ્રાઈવરે લઈ લીધેલા અને આ આધેડ વયના ઈકબાલ હુસેન કાદરી લીંબડીની બજારમાં રખડતા રખડતા મોટાવાસ વિસ્તાર પાસે આવેલ રામદેવપીર ના ખાતા પાસે બેઠા બેઠા રડતા હતા ત્યારે મોટાવાસના યુવાનોએ આ વૃધ્ધને પૂછ્યું ત્યારે આ વૃદ્ધે સમગ્ર ઘટના આ યુવાનોને કહી ત્યારે આ યુવાનોએ માનવતા દાખવી અલગ-અલગ લોકો પાસેથી ઈચ્છા શક્તિ પ્રમાણેની પૈસાની ઉઘરાણી કરી આ આધેડ વયના ઈકબાલ હુસેને પોતાના વતન તરફ જવા માટે પૈસા આપી લીબડી બસ સ્ટેશનથી વડોદરા ની ગાડીમાં બેસાડ્યા હતા અને આ આધેડ વયના વૃધ્ધને 2000 રૂપિયા આપીને વિજય ચાવડા , કલ્પેશ વાઢેર , આફતાબ ભટ્ટી હિતેષ મકવાણા એક માનવતાનુ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (લીંબડી)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!