અમદાવાદ : લગ્ન ન થતાં યુવકનો ફ્લેટ ઉપરથી કૂદી આપઘાત….!

અમદાવાદના નારોલ વિસ્તારમાં એક વ્યક્તિએ આપઘાત કરી લેતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. મરનાર વ્યક્તિ ફ્લેટના ઉપરથી કૂદી આપઘાત કર્યા હોવાનો મેસેજ મળતા પોલીસ પહોંચી ગઈ હતી. અને તપાસ શરૂ કરી હતી. પોલીસને મેસેજ મળ્યો હતો કે નારોલ વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ 6માં એક વ્યક્તિએ ફ્લેટ પરથી કૂદકો માર્યો છે. જેથી પોલીસે તપાસ કરી તો તેની પાસેથી એક સૂસાઈડ નોટ પણ મળી આવી હતી.અને જેમાં તેને અનેક વાતો લખી છે.પોલીસના મતે તેને સૂસાઈડ નોટમાં ગોળ-ગોળ વાતો કરી છે. જેમાં કોઈ વસ્તુ ઉલ્લેખ થતો નથી પરંતુ તેને સૂસાઈડ નોટમાં પોતાની માતા અને ભાઈનો પણ ઉલ્લેખ કર્યો છે.
પોલીસનું કેહવું છે કે મરનાર વ્યક્તિના લગ્ન થયા નહતા જેથી તે ડિપ્રેસનમાં આવી તેને આવું કર્યું હોય તેવું લાગી રહ્યું છે. મરનાર પ્રદીપગીરી ગોસ્વામી પાસેથી અનેક સૂસાઈડ નોટ મળી હોવાથી પોલીસ પણ ચોંકી ગઈ હતી પરંતુ હાલ તો લગ્ન ન થયા હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે નારોલ પોલીસ ઇન્સ્પેક્ટર નું કેહવું છેકે આ બનાવ શનિવારનો છે.હાલ આ મામલે અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે અને જેની તપાસ ASI કરી રહ્યાં છે. હાલ આ મામલે અલગ અલગ લોકોના નિવેદન પણ લેવામાં આવશે અને ખરેખર લગ્ન કારણ છે કે પછી અન્ય કોઈ કારણ છે તેની તપાસ કરવામાં આવશે.
અલ્પેશ રાઠોડ (અમદાવાદ)