રાજકોટ શહેર એક ઈસમને છરી સાથે પકડી પાડતી ગાંધીગ્રામ પોલીસ

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર રાજુભાઈ કોડીયાતર તથા પ્રતાપભાઈ કરપડા તથા દિવ્યરાજસિંહ જાડેજા નાઓની સંયુકત હકિકત બાતમીના આધારે શીતલપાકૅ મેઈન રોડ એરપોર્ટ દિવાલ પાસે એક ઈસમ શંકાસ્પદ હાલતમાં છરી સાથે પકડી પાડયો હતો. હથિયાર બંધી જાહેરનામાનો ભંગનો ગુનો દાખલ કરી. આરોપી વિરુદ્ધ કલમ ૧૩૫ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી
અશોકભાઈ રમેશભાઈ વાહનેકીયા. દેવીપુજક ઉ.૩૦ રહે. ધંટેશ્વર ૨૫ વારીયા કવાર્ટર જામનગર રોડ રાજકોટ
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર એમ.બી.જેબલીયા તથા રાજુભાઇ કોડીયાતર તથા પ્રતાપભાઈ કરપડા તથા દિવ્યરાજસિંહ જાડેજા
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)