નશાયુકત ગાંજાનું વેચાણ તથા વહન કરતા બે ઇસમોને પકડી પાડતી સુરેન્દ્રનગર SOG તથા પાણશીણા પોલીસ

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબનાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં નશાયુકત ડ્રગ્સનું વેચાણ તથા વહન કરતા ઇસમો વિરૂધ્ધ સખત કાર્યવાહી કરવા સુચના આપતા લીંબડી ડીવીજન ના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી . બી . બસીયા સાહેબ તથા પ્રો . નાયબ પોલીસ અધિક્ષક શ્રી ઉપાધ્યાય સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ નેશનલ હાઇવે રોડ ઉપરથી પસાર થતા વાહનોને ચેક કરી જીલ્લામાંથી આવી નશાયુકત ડ્રગ્સનું વેચાણ તથા વહન કરતા ઇસમો અંગે ખાનગી બાતમીદારોથી બાતમી મેળવવા સમજ કરેલ હોય જેથી શ્રી એમ . એમ . ઠાકોર પો . સબ ઇન્સ . પાણશીણા નાઓને ખાનગી રાહે હકિકત મળેલ હોય કે બગોદરા તરફથી એક સફેદ કલરના કેબીન વાળુ ટ્રેલર ટ્રક નં . GJ – 12 – BW – 5012 માં ગેરકાયદેસર અને બિન અધિકૃત રીતે ગાંજાનો જથ્થો પસાર થનાર છે તેવી હકિકત મળેલ.
જેથી ઉપરી અધિકારી શ્રીની સુચના મુજબ એસ.ઓ.જી. સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એફ . કે . જોગલ તથા એ . એસ . આઇ . દાજીરાજસિંહ તથા એ.એસ.આઇ. પ્રવિણભાઇ તથા એચ . સી . હસુભાઇ તથા એમ . એમ . ઠાકોર પો . સબ ઇન્સ . પાણશીણા તથા એ . એસ . આઇ . દિનેશભાઇ સામતીયા તથા પો . કોન્સ . પ્રવિણસિંહ વિગેરે સ્ટાફના માણસો દ્વારા પાણશીણા ચેક પોસ્ટ ખાતે વોચ ગોઠવી બગોદરા તરફથી આવી રહેલ ટ્રેલર ટ્રક નં . GJ – 12 – BW – 5012 ને રોકી કોર્ડન કરી બે ઇસમો મળી આવેલ જેમાં ( ૧ ) ગનિભાઇ ઇબ્રાહીમભાઇ – ઓડેજા જાતે – સિંધી મુ . માન ધંધો – ડ્રાઇવીગ રહે – આત્મ રામ રીગ રોડ લશ્કરી માતમ ઉપર ઝુપડપટીમાં ભુજ તા ભુજ જી – કચ્છ તથા ( ૨ ) સરબજીતસિંગ ઉર્ફ સોનુ સન / ઓફ ગુરમીતસિંગ રામસીગ મહાલ જાતે – જાટ સીખ ઉ . વ ૩૧ રહે – ગાંવ – પટી બલોલ સુલતાનવિડ પિડ થાના બી – ડીવીઝન અમૃતસર તા – જી – અમૃતસર (પંજાબ) વાળાઓના કજા ભોગવટા વાળા ટ્રેલર ટ્રક માંથી બિન અધિકૃત અને ગેર કાયદેસર રીતે ગાંજાનો જથ્થો ૨૧, ૯૦૦ કિ.ગ્રા કિ. રૂ . ૧,૩૧,૪૦૦/- તથા મોબાઈલ – ૨ જેની કિ. રૂ. ૨,૦૦૦/- તથા ટ્રક કિ. રૂ. ૧૫,૦૦,૦૦૦/- તથા ટ્રેલરમાં ભરેલ લોખંડની પ્લેટ નંગ-૧૦ કિ. રૂ. ૧૪,૧૫,૧૩૪.૫૨/- મળી કુલ કિ . રૂ . ૩૦ , ૪૮ , ૫૩ ૪ . ૫૨ / – નો મુદામાલ સાથે મળી આવતા આરોપીઓ (૧) ગનિભાઇ ઇબ્રાહીમભાઇ ઓડેજા જાતે – સિંધી મુ . માન ધંધો – ડ્રાઇવીગ રહે – ત્મ રામ રીંગ રોડ લશ્કરી માતમ ઉપર ઝુપડપટીમાં ભુજ તા – ભુજ જી – કચ્છ (૨) સરબજીતસિંગ ઉર્ફ સોનું સન / ઓફ ગુરમીતસિગ રામસીગ મહાલ જાતે – જાટ સીખ ઉ . વ – ૩૧ રહે – ગાંવ – પટી બલોલ સુલતાનવિડ પિડ થાના બી — ડીવીઝન અમૃતસર તા – જી – અમૃતસર (પંજાબ) (3) ભુરાભાઇ ઓડાભાઇ નોતિહાર જાતે – સિંધી મુ . માન રહે . – લાલપુર બસ સ્ટેન્ડ પાસે હરીજનવાસ ટેભડાવાળો રોડ જી . દેવભુમી દ્વારકા (૪) ઇમરાન ખલીફા રહે – લાલપુર જી . દેવભુમી દ્વારકા (૫) આંધ્રપ્રદેશ રાજ્યના તુણી જીલ્લાના નરસિંહપટન્મ રેલ્વે સ્ટેશન નજીકથી ગાંજો આપનાર અજાણ્યો ઇસમ વિરુધ્ધમાં પાણશીણા પો. સ્ટે.માં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ પો.સ.ઇ. સી. કે. ખરાડી નાઓ ચલાવી રહેલ છે .
રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (સુરેન્દ્રનગર)