સુરત જિલ્લાના એ.સી.પી. ટ્રાફિક ચૌહાણ સરનું માનવતાભર્યું કાર્ય….

દિલ્હીગેટ ફ્લાયઓવર બ્રિજ નીચે શહેરના એસીપી ટ્રાફિક ચૌહાણ દ્વારા દર રવિવારે જરૂરિયાત મંદ લોકો ને ભોજન બપોરે પૂરું પાડે છે આજે એસીપી ચૌહાણ અમે ટ્રાફિકના પીઆઇ ગોટી તેમજ અન્ય સ્ટાફ સાથે એક સ્ટાર ગ્રુપના સભ્યો દ્વારા જરૂર તમને સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવ્યું હતું અંદાજીત ૫૦૦ થી વધુ ભિક્ષુકો એ આ ભોજન નો લાભ લીધો હતો તેમજ સ્ટાર ગ્રુપના સભ્યો દ્વારા પણ શહેરમાં અલગ અલગ જગ્યા પર જરૂરિયાતમંદોને સ્કૂલની ફી હોય તેમજ કોઈને દવાખાના ફ્રી ભરવાની હોય તથા અન્ય એક્ટિવિટી જરૂરીયાત મંદને લોકોને સહાય કરી રહ્યા છે આ સંસ્થાના માત્રને માત્ર ફેસબુક અને વોટ્સએપ દ્વારા પોતાનું ગ્રુપ બનાવ્યું છે સુરત શહેરના સ્ટાર ગ્રુપ દ્વારા દિવસે દિવસે તેનો ગ્રુપમાં સંખ્યા વધુ મળી છે.
આ ગ્રુપના એક્ટિવ મેમ્બર હીનાબેને પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે અમે ગ્રુપ મેમ્બરો દર અઠવાડિયે 200 200 રૂપિયા આપીએ છીએ અને પછી અમે જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડે છે આવું કામ કરવાથી અમારા ગ્રુપના સભ્ય પણ હર્ષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે આ ગ્રુપ દ્વારા અમે આગામી દિવસોમાં બીજા અન્ય કાર્યક્રમ પણ આપતા રહીશું તેમજ પ્રથમ વખત સુરત શહેર ટ્રાફિકના ACP અશોક ચૌહાણ સાથે ભિક્ષુકોને ભોજન આયોજન કરવામાં અમને ઘણી આનંદની લાગણી વ્યક્ત કરી હતી તેમજ જો એક પોલીસ અધિકારી આટલું જ સારું કામ કરી શકાય તો અમે આ ગ્રુપ દ્વારા આવું કંઈક કામ કરીએ જેથી લોકોને ઉપયોગી થાય ટ્રાફિક પોલીસના પોલીસ અધિકારી અશોક ચૌહાણ દ્વારા તમને સંસ્થા અને સંપૂર્ણ માહિતીથી વાકેફ કરાયા હતા અને આજે ભોજન અમારી ગ્રુપના સ્વયમ સેવકોએ ભિક્ષુકોને જમાડ્યા હતા તે અમારા માટે એક નવું નજરાણું હતું.
તુલસી બોધુ (લોકાર્પણ દૈનિક-બ.કાં)