બજેટથી આમ પ્રજા નિરાશ ; એલઆઇસી વેચવાની વાતથી પ્રજા ભડકી કે શું….?

બજેટથી આમ પ્રજા નિરાશ ; એલઆઇસી વેચવાની વાતથી પ્રજા ભડકી કે શું….?
Spread the love

માર્કેટમાં જ્યારે તમે સામાવાળાને સમજાવી નથી શકતા ત્યારે ટકી રહેવા માટે કન્ફયુઝ કરી દો.. એટલે બસ…. દેશનું બજેટ રજૂ કર્યું તેમાં આપણા નાણામંત્રી સીતારમને કંઈક આવું જ કર્યું…! તેમ રાજકિય જાણકારો કહી રહ્યા છે. ઇકોનોમીક મેરેથોનમાં જીતી શકાય તેમ નથી તેવું નિશ્ચિત હોવાથી મેરેથોન સ્પીચ સંસદમાં આપી જેમાં મોહન જો ડરોની સંસ્કૃતિ… ભારતબોર્ડર… અખંડિતતા… કાળીદાસ સંસ્કૃતિ એવું ઘણું બધું દેશભરના લોકોને પીરસી દીધુ. તો એલઆઇસી જેવી કામધેનુ સમાન સ્વીટ સંસ્થાને વેચવાની વાત કરી. તો બજેટ જાહેરાતો કરવામાં પણ પાછું વળીને જોયું નથી….દેશના ખેડૂતોની સ્થિતિ જાણ્યા વગર જ… કે જે હાલના સમયમાં ગ્રામ્ય ઇકોનોમી ઓક્સિજન ઉપર છે….

ખેડૂતો કે ગ્રામ્ય બજારો, હાટડીઓ પાસે ખર્ચ કરવા જરૂરી પૈસાજ નથી તેમને માટે કિસાન ક્રેડિટ કાર્ડની જાહેરાત કરી અને આ કાર્ડ લઇને ખેડૂતો દેવાના બોજ તળે દટાઈ જાય તેવું બની શકે…… !અઢી કલાક ચાલેલા તેમના બજેટ ભાષણમાં ઇન્કમટેક્સમાં કરદાતાઓને રાહતના નામે હાથમાં ગાજરની પીપૂડી પકડાવી દીધી….! પરંતુ આમ પ્રજાને મોટી આશા હતી કે બજેટમાં રોજગાર- ધંધાઓ, ધમધમતા થાય તેવુ આપશે, ટેક્સટાઇલ ઉદ્યોગ, બાંધકામ ક્ષેત્ર,ઓટો ઉદ્યોગ ઉપરાંત ઠપ્પ થઈ ગયેલા નાના-મધ્યમ ઉદ્યોગોને બેઠા કરવા માટે ખાસ પેકેજ-રાહતો આપશેની આશા હતી…. પરંતુ બજેટમાં આ માહેનું કાઈજ ન આપ્યું… પરંતુ તેની સાથે દેશભરના નાના- મોટા મજૂરથી લઈને મોટી આવક વાળા જોડાયેલા છે અને દેશના બજેટ જેટલી મૂડી ધરાવતા લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન LIC ને વેચવાની જાહેરાત કરી એલઆઇસી, આઇ ડી બી આઇ બીપીસીએલ વગેરેનો પણ વેચાણમા સમાવેશ થાય છે… કારણ કે સરકારને પૈસાની જરૂર છે.

1955માં ખાનગી વીમા કંપનીઓના ભ્રષ્ટાચારનો મુદ્દો ઇન્દિરા ગાંધીના પતિ ફિરોજ ગાંધીએ સંસદમાં ઉઠાવતા ભારે હંગામો મચી ગયો હતો. તેની તપાસ થઈ અને ભ્રષ્ટાચારી કોણ છે તે પકડાયું,સજા થઈ. ત્યારબાદ 1956માં દેશના વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ વીમા ક્ષેત્રની ખાનગી કંપનીઓની દખલગીરી ખતમ કરવા સંસદમા insurance of india act મંજૂર કરાવી 245 જેટલી ખાનગી વીમા કંપનીઓનુ મર્જર કરી એલઆઇસી ને ઉભી કરવામાં આવી. અને સરકારી કંપની બની જતા સામાન્ય લોકોએ પોતપોતાની એલઆઇસી વીમા પોલિસી લેવામા જોડાઈ ગયા અને LIC દેશમાં માતબર વીમા કંપની બની ગઈ. લોકોના વિશ્વાસનું પ્રતીક બની ગઈ. એલ.આઇ.સી પોતાના નાણા સરકારના મોટી મોટી યોજનાઓ- પ્રોજેક્ટો, જનકલ્યાણ યોજનાઓમાં રોકાણ કરવા લાગી અને સરકાર વ્યાજ સહિત મુદ્દલ પરત કરતી હતી… તેમ શિક્ષિતો કહે છે.

વર્ષ 2000માં વડાપ્રધાન અટલબિહારી બાજપાઈએ વીમા ક્ષેત્રમાં એલઆઈસીની દખલ ખતમ કરી ખાનગી કંપનીઓ માટે દ્વાર ખોલી નાખ્યા… ખાનગી કંપનીઓને લોન આપવા તૈયાર કરી. અને LICની કઠણાઈની શરૂઆત થઈ.. ખાનગી નોન બેન્કિંગ કંપનીઓએ લોન લઈને તે રકમ અન્ય ખાનગી કંપનીઓને આપી હવે નોન બેન્કિંગ મોટી મોટી ફાઈનાન્સ કંપનીઓ અને ખાનગી કંપનીઓ એક જૂથ થઈને એલ.આઇ.સી ને લોનના પૈસા ભરત ન કર્યા એટલે એલઆઇસીની એનપીએ રૂપિયા 30000 કરોડ થઈ ગઈ. આ બધા નાણા દેશની આમ પ્રજાના ડુબ્યા છે.. ત્યારે સરકારે પ્રજાના પૈસા પરત મળે તેવા પગલાં લેવા જોઈએ તેના બદલે એલઆઇસી વેચવા કાઢી… આને શું કહેવાય….. ?તેવા પ્રશ્નો લોકો પૂછી રહ્યા છે….

દેશના લોકો બજેટથી નિરાશ છે. દેશભરમાં એક પણ માર્કેટ- ઉદ્યોગો કોઈ ખુશ નથી, તેમાંય આમ પ્રજા બેહદ નિરાશ થઈ ગઈ છે. કારણ કે મોટાભાગની પ્રજા એલઆઈસી સાથે જોડાયેલી છે. તેમના પૈસા તેમા રોકાયેલા છે. અને એજ જાહેર સાહસ વેચવાની વાત કરતા આમ પ્રજામાં આક્રોશ ફરી વળ્યો છે અને ત્યારેજ એલ.આઇ.સી કંપનીના કર્મચારીઓએ આંદોલનનો- હડતાલનો બુગીયો ફુક્યો છે… લોકો કહે છે કે નોટ બંધીમાં દેશભરના શહેરોથી લઈને ગ્રામ્ય સ્તર સુધી આમ પ્રજાને મુશ્કેલીમાં મુકી દીધી અને તેના કારણે દેશભરમાં નાના-મોટા અનેક ઉદ્યોગો ઠપ્પ થઈ ગયા છે, કરોડો લોકોએ રોજગારી ગુમાવી છે. તો ગ્રામ્ય સ્તરે ભયંકર અસર થઈ છે…. બાકી હતું તો લોકોને એનઆરસીમાં ધુણતા કરી દીધા અને રેલવેને ખાનગી હાથોમાં વેચવાનું શરૂ કરી દીધું… ત્યારે સરકારે સમજવાની જરૂર છે કે રેલવે અને બીએસએનએલની જાળ સમગ્ર દેશમા પથરાયેલી છે.

આ બંને સાહસોનું નેટવર્ક દેશભરમાં પથરાયેલુ છે. તેમજ દેશભરમાં મોટાભાગના લોકો તેનો ઉપયોગ કરે છે, વિશેષ સગવડતાથી પ્રવાસ કરી શકે છે. તેમજ તેની અબજો રૂપિયાની સંપત્તિ- માલમિલકત છે. તો પછી તેને ખાનગી હાથોમાં ક્યાં છે…..? આમ પ્રજાના જાહેર સાહસો છે પ્રજાના પૈસાથી ઊભા કરેલા જાહેર સાહસો છે. સરકારે આવા સાહસોમાં નવી ટેકનીક અપનાવવી જોઈએ જેથી આવા સાહસો પ્રજાના- સરકારના હાથમાં જ રહે. સરકારની ખાનગીકરણ કરવાની વાત એટલે તેનો મતલબ થાય છે સરકારની અણઆવડત- દૂરદર્શિતાનો અભાવ…! ટૂંકમાં એલ.આઇ.સી કર્મચારીઓ સાથે આમ પ્રજા પણ રસ્તા ઉપર આવશે તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે…! તો હવે દેશભરનાં રેલ કર્મચારીઓ એક જૂટ થવાની તૈયારીમાં છે, અને એલ.આઇ.સી સાથે તેઓ પણ જોડાશે તેવી સ્થિતી બનવા જઈ રહી છે….! ત્યારે સરકાર ગંભીરતાથી આવા પ્રજાહિતના પ્રશ્નનો ઉકેલ લાવશે કે કેમ…..! તેવુ લોકો પૂછી રહ્યા છે…..

છેલ્લે………. શાહીનબાગ આંદોલન અને વિદ્યાર્થી રેલી ઉપર થયેલ ગોળીબારની ઘટનાએ દેશભરમાં ધેરા પ્રત્યાઘાત પડયા છે. અને કોમવાદ બનાવવાના પ્રયાસો સામે સેંકડોની સંખ્યામાં પંજાબના શીખો, રાજસ્થાન, હરિયાણા લોકો શિહીનબાગ ખાતે ઉતરવાની શરૂઆત કરી દીધી છે. તેઓએ જાહેરમાં કહ્યું છે કે એનઆરસી-સીએએ માત્ર મુસ્લિમોનેજ નહીં પરંતુ બિનમુસ્લિમ તમામ જાતિઓ હિન્દુ,શીખ,ઈસાઈ,બૌધ્ધ,જૈન વગેરે તમામને અસર કરે છે. ગોળી છોડનારા કોમવાદ ભડકાવનારાઓ સામે અમે અહી શાહીનબાગ ઉભા રહીશું અને ગાંધી ચિધ્યા રાહે લડત ચલાવીશુ. જેનો વિડિયો દેશ ભરમાં ફરી વળતા આમ પ્રજા ભારે આક્રોશમાં આવી ગઈ છે….!!

(જીએનએસ : હર્ષદ કામદાર)

Admin

Admin

9909969099
Right Click Disabled!