નાંદોદ તાલુકાના અંબાલી ગામની સીમમાંથી દેશી સીંગલ બેરલ ખંડણીયા બંદૂક ઝડપાઈ

નાંદોદ તાલુકાના અંબાલી ગામની સીમમાંથી દેશી સીંગલ બેરલ ખંડણીયા બંદૂક ઝડપાઈ
Spread the love
  • બંદુક આરોપીએ આમલી ગામના લીંબા ગમન જંગલ વાળા તુવેર તથા ડાંગરનું વાવેતર કરેલ ખેતરમાં છુપાવીને રાખી હતી.
  • આરોપીની સઘન પૂછપરછ અને તપાસ આદરી.

નાંદોદ તાલુકાના આમલી ગામની સીમમાંથી દેશી મજર રોડની સીંગલ બેરલ ખાંડણીયા બંદૂક એલસીબી નર્મદા પોલીસે ઝડપી પાડતાં ચકચાર મચી જવા પામી છે બંદુકની સાથે 50 ગ્રામ દારૂખાનું સાથે આરોપીને પોલીસે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગત અનુસાર નર્મદા જિલ્લામાં ગેરકાનૂની હથિયારો રાખતા હોવાની તથા તેનો ગેરકાયદે ઉપયોગ કરતા હોવાની નર્મદા પોલીસને બાતમી મળી હતી જે બાબતે એ.એસ.આઇ મહેશભાઈ રમણભાઈને જાન થયેલ કે આરોપી મનીયાભાઈ શામળભાઈ વસાવા(રહે આમલી તા.નાદોદ જી. નર્મદા) રાત્રિના સમયે શિકાર કરવા માટે દેશી હાથ બનાવટની બંદૂક નો ઉપયોગ કરે છે. જે બંધુક તેને લીંબાગમાણ જંગલવાળા તુવેર તથા ડાંગરનું વાવેતર કરેલ ખેતરમાં છુપાવીને રાખે જે બાતમી આધારે મનીયાભાઈ શામળભાઈ વસાવા ને સાથે રાખી તેના ખેતરમાં અલગ અલગ જગ્યાએ તપાસ કરતા એક દેશી હાથ બનાવટની સીંગલ બેરલ ખાંડણીયા બંદૂક કી રૂ.1000/- તથા દારૂખાનું આશરે 50 ગામ ના આરોપી સાથે કબજે કરી તેના વિરુદ્ધ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ આવા ગેરકાયદે હથિયાર ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા તેની સઘન તપાસ કરવાના આદેશો આપતા એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તથા પોસઇ સી.એમ.ગામીત એલસીબી પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરી સઘન તપાસ હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!