ભિખારીના સ્વાંગ આંટાફેરા મારી ખુલ્લા મકાનમાં ચોરી કરતી મહિલાને પકડી પાડતી રાજકોટ ક્રાઇમ બ્રાંચ

સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર વિસ્તારમાં રહેતા ફરિયાદી ના ધરમાં ભિખ માંગવાના બહાને કોઈ અજાણી મહિલા ધરમાં પ્રવેશ કરી ચોરી કરી જતી રહેલ હોય. જે અનુસંધાને શહેર વિસ્તારમાં થયેલ ધરફોડ ચોરી. લુંટ તથા વાહન ચોરીના. અન.ડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય. ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર યુવરાજસિંહ ઝાલા તથા નગીનભાઈ ડાંગર તથા હિરેનભાઈ આહિર નાઓને ખાનગીરાહે મળેલી હકીકત બાતમીના આધારે મહિલા આરોપીને રાજકોટ શહેર કણકોટ ગામ રોડ. બોધ વિહાર સામે ઝુંપડામાંથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી
લીલાબેન ધિરૂભાઈ વાધેલા. દેવીપુજક ઉ.૪૬ રહે. રાજકોટ શહેર કણકોટ ગામના પાટિયા પાસે બોધ વિહાર સામે ઝુંપડામાં રાજકોટ.
મુદામાલ
રોકડ રકમ.૫.૦૦૦ તથા બે મોબાઇલ કુલ.૧૦.૦૦૦ નો મુદામાલ કબજે કરેલ છે.
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર એચ.એમ.ગઢવી તથા પી.એમ.ધાખડા તથા મયુરભાઈ પટેલ તથા યુવરાજસિંહ ઝાલા તથા નગીનભાઈ ડાંગર તથા હિરેનભાઈ આહિર તથા સંજયભાઇ રૂપાપરા તથા કુલદિપસિંહ જાડેજા તથા પ્રદિપસિંહ જાડેજા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)