બામણબોર G.I.D.C પાસેથી વિદેશીદારૂનો જથ્થો પકડી પાડતી રાજકોટ ક્રાઇમ બ્રાંચ

કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન ડી.સી.બી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર સમીરભાઈ શેખ તથા અનિલભાઈ સોનારા તથા હરદેવસિંહ રાણા ને મળેલી હકીકત બાતમીના આધારે બામણબોર G.I.D.C પાસે ડોહલીધુના ગામ જવાના રસ્તે બામણબોર પ્રાથમિક શાળા પાસેથી ભારતીય બનાવટનો વિદેશીદારૂ સાથે એક ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
આરોપી
હરીશ ભુરારામ ચૌહાણ. ઉ.૨૨ રહે. મહાદેવનગર કોલોની. સાલવાસ રોડ. રાજસ્થાન.
મુદામાલ
ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની પેટી.૪૪૮ કિ.૨૦.૫૦.૪૦૦. તથા ટાટા આઈસર કુલ.૩૬.૫૦.૪૦૦ નો મુદામાલ કબજે કરેલ છે.
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર એચ.એમ.ગઢવી તથા એ.એસ.સોનારા તથા સમિરભાઈ શેખ તથા અનિલભાઈ સોનારા તથા હરદેવસિંહ રાણા તથા નિલેશભાઈ ડામોર તથા અજીતસિંહ પરમાર તથા મહેશભાઇ મંઢ તથા નિશાંતભાઈ પરમાર.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)