માણાવદરના કતકપરા ગામના યુવા આગેવાનની જૂનાગઢ જિલ્લા સંધી મુસ્લિમ સમાજમાં જીલ્લા યુવા મોરચાના પ્રમુખ તરીકે વરણી

માણાવદર તાલુકાના કતકપરા ગામના યુવા આગેવાન ની જુનાગઢ જીલ્લા સંધી મુસ્લીમ સમાજના યુવા મોરચાના પ્રમુખ તરીકે આરીફભાઈ તૈયબભાઈ સેતા ની વરણી થતા લોકો મા ખુશી છવાઈ આરીફ સેતા ખેતી સાથે કન્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. ફકત ૩૩ વર્ષની ઉંમરમાં સંધી સમાજમાં મોટું નામ ધરાવતા આરીફભાઈ સેતા યુવાનોમાં ખુબ ચાહના ધરાવે છે. સાધન સંપન્ન અને સુખી છે. દાન અને સખાવતમાં નામ છે. જરૂરીયાતમંદને મદદ કરવા હંમેશા તત્પર રહે છે. આરીફભાઈ સેતાના પિતા તૈયબભાઈનું સમાજમાં મોટું નામ છે. તેમના મોટા બાપા હાસમભાઈ સેતા વર્ષોથી કતકપરા ગામના સરપંચ તરીકે ફરજ બજાવે છે. હાસમભાઈ સેતા માણાવદર તાલુકાના મોટા આગેવાન છે તેઓ પણ ખેતીનો વ્યવસાય કરે છે.
આરીફભાઈ સેતાનું પોતાનું એક મોટું ગૃપ છે. યુવાનોમાં ચાહના ધરાવતા આરીફભાઈ સેતાને જુનાગઢ જીલ્લા સંધી મુસ્લીમ સમાજના યુવા મોરચાના પ્રમુખની જવાબદારી સોંપવામાં આવતાં જીલ્લાના સંધી સમાજના યુવાનોમાં એક નવી આશા સાથે હર્ષની લાગણી જોવા મળી રહી છે. કતકપરા ગામે આવેલ વાદિવાસ વિસ્તારમાં દર દિવાળી ઉપર ગરીબ બાળકૉને ફટાકડા, મીઠાઇ અને કપડાનું વિતરણ આરીફ સેતા તરફથી કરવામાં આવે છે તેવીજ રીતે માણાવદરમાં પણ પૉતાની ઑફિસે કૉઇ ગરીબ માણસ આવેતૉ તૉ તે કદી ખાલી હાથે જતૉ નથી અને હંમેશાં જરૂરિયાતમંદ લૉકૉની સેવા કરવામાં તત્પર રહે છે કતકપરા ગામની અંદર મુસ્લિમ સમાજની વસ્તી વધુ છે પણ હિન્દુ અને મુસ્લિમ બન્ને ભાઈ ચારાથી રહે છે બધા તહેવારૉ સાથે મળીને ઉજવે છે અહી કૉમી એકતાના દર્શન થાય છે.
રીપૉર્ટ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)