અંબાજી ધામ સાઈમય બન્યું : અંબાજીના લોકો આબુરોડ સાઈ દરબારમાં પહોંચ્યા

શક્તિ , ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગમ એટલે શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર આવેલું માં અંબા નું પવિત્ર ધામ છે આ ધામ માં જગતજનની માં અંબાનું પ્રાચીન મંદિર આવેલું છે આ મંદિર પર 358 સુવર્ણ કળશ લાગેલા હોઈ આ મંદિર 51 શક્તિપીઠ માં આદ્યશક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ થયેલું છે નરેન્દ્ર મોદી થી લઇ રાહુલ ગાંધી સુધી ના નેતાઓ માં અંબા ની ભક્તિ કરવા અવારનવાર અંબાજી આવી ગયા છે અંબાજી મંદિર માં વિવિધ રાજ્યો અને ગામો થી માતાજી ના ભક્તો ચાલતા , પગપાળા સંઘ લઈને માં અંબા ના ધામ માં આવતા હોય છે ત્યારે આ અંબાજી ધામ ના લોકો વર્ષ માં એકવાર અંબાજી થી માનપુર [આબુરોડ ] સાઈબાબા ધામ માં ચાલતા અને હાથ મા ધજા લઇ સાઈ બાબા નું નામ લઇ 24 કિલોમીટર સુધી ધજા અને રથ સાથે સાંઈધામ પહોંચ્યા હતા , અંબાજી થી આબુરોડ માર્ગો પર વિવિધ સેવા કેમ્પો વિના મુલ્યે સાઈ ભક્તો ને નાસ્તા અને ભોજન ની વ્યવસ્થા પણ સાઈ ભક્તો દ્વારા કરવામાં આવી હતી
યાત્રાધામ અંબાજી મા ,માં અંબા ના મંદિર સિવાય સાઈબાબા ના 2 મંદિર આવેલા છે આ ધામ માં સાઈ બાબા ના ભક્તો પણ મોટી સંખ્યા માં રહે છે ત્યારે છેલ્લા 22 વર્ષ થી અંબાજી ના વિવિધ આગેવાનો ની હાજરી માં ફ્રેબુઆરી મહિના ના પહેલા ગુરુવારે આ સાઈબાબા નો સંઘ અંબાજી થી ધજા અને રથ લઇ આબુરોડ માનપુર માં આવેલા સાંઈધામ પગપાળા જાય છે આજે અંદાજે 1500 થી વધુ ભક્તો સાઈબાબા ના દર્શન કરવા આબુરોડ આવી પહોંચ્યા હતા અને સાંજે મંદિર પર ધજા ચઢાવી હતી.
આ સાઈબાબા કમિટી ના મુખ્ય આગેવાનો મુકેશ ભાઈ શેટ્ટી ,ઓમભાઇઅગ્રવાલ, આર કે અગ્રવાલ ,વિજયભાઈ દવે અને રાજુભાઈ મોદી અને બીજા લોકોના સાથ સહકારથી છેલ્લા 22 વર્ષ થી આ પગપાળા યાત્રા ચાલી રહી છે અને દર વર્ષે આ યાત્રામાં ભક્તો નો અને સેવા કેમ્પો નો વધારો થઇ રહ્યો છે, અંબાજીથી આબુરોડ માર્ગ પર વિવિધ જગ્યા પર, કઢી પકોડા, મંચુરિયન અને સિયાવા પાસે ભોજન પ્રસાદીના ભંડારા મા મોટી સંખ્યા માં ભક્તો જોડાયા હતા અને છેલ્લા 9 વર્ષથી સાઈ મિત્ર મંડળ દ્વારા સિયાવા રિસોર્ટ પાસે “સાંઈ મિત્ર મંડળ” દ્વારા 111 કીલો બટાકાની સૂકી ભાજી અને 101 લીટર છાસ નો પ્રસાદ પણ સાઈ ભક્તો એ લીધો હતો અંબાજી થી નીકળેલો સંઘ સિયાવા બપોર બાદ પહોંચ્યો હતો અને ત્યાં ભોજન પ્રસાદી અને આરામ કર્યા બાદ 3:30 વાગે અહીં થી આબુરોડ સાઈ મંદિર માનપુર આવી અહીં સાઈભક્તો દ્વારા સાંજે 5 વાગે મંદિર પર ધજા ચઢાવવામાં આવી હતી.
અમિત પટેલ (અબાજી)