અરવલ્લી જીલ્લા કલેક્ટર કચેરીએ સાચા આદિવાસી સમીતી ધ્વારા આક્રમકતા સાથે આવેદન

અરવલ્લી જીલ્લા કલેક્ટર કચેરી ખાતે આદિવાસી સમાજ દ્વારા આદિવાસી બચાવો અને ખોટા ને હટાવો રબારી ચારણ ભરવાડ જે ખોટા આદિવાસી સામે વિરોધ દર્શાવવા અંગે સમગ્ર આદિવાસી વિસ્તાર આગેવાનો વડિલો યુવાનો યુવતીઓ મહિલાઓ સહીત મોટી સંખ્યામાં ધરણાં યોજી રેલી કાઢી દેશી ઢોલની સાથે આક્રમકતા દેખાવ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ. તાજેતરમાં સત્યાગ્રહ સાવણી ગાંધીનગર ખાતે ધરણાં નો કાયઁકમ ચાલે છે અને આજે સમગ્ર આદિવાસી વિસ્તારમાં જીલ્લા કક્ષાએ આવેદનપત્ર આપવાના કાયઁકમ ના ભાગરુપે આજે આવેદનપત્ર પાઠવ્યું હતુ.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)