નર્મદા જિલ્લા બ્લડ બેન્કને અંતરિયાળ અને પછાત વિસ્તારોમાં બ્લડ પુરુ પાડવા બદલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા એવોર્ડથી સન્માનિત કરાયા

નર્મદા જિલ્લા બ્લડ બેન્કને અંતરિયાળ અને પછાત વિસ્તારોમાં બ્લડ પુરુ પાડવા બદલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા એવોર્ડથી સન્માનિત કરાયા
Spread the love

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત શાખાની વાર્ષિક બેઠક  ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત  તથા  નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ની ઉપસ્થિતિમાં  યોજાઈ હતી ગાંધીનગર ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત શાખાની વાર્ષિક બેઠકને સંબોધતા, રાજ્યપાલએ ઉમેર્યુ કે માનવીય સેવાના ઉદાત અભિગભ દ્વારા સ્વૈચ્છિક સેવાને સમર્પિત આ સંસ્થાએ અનેક કિર્તીમાન સ્થાપિત કરવાની સાથે ગુજરાતનું નામ દેશભરમાં રોશન કરીને આપણું ગૌરવ વધાર્યુ છે રેડક્રોસ સોસાયટીને બ્રિટીશ મેડિકલ કાઉન્સીલ જર્નલ દ્વારા ‘‘બેસ્ટ હેલ્થ કેર ઇનોવેટીવ એવોર્ડ ‘‘પ્રાપ્ત થયો છે.

આ માટે સૌ કર્મયોગીઓને રાજ્યપાલએ અભિનંદન આપી આ ઉમદા કાર્યને વધુ ને વધુ સુદ્રઢ બનાવી અંતરિયાળ  વિસ્તારોમાં પણ જન-જનની સુવિધાઓ પહોંચાડવા આહ્વાન કર્યુ હતું.જેમાં રક્તદાન, દેહદાન, અંગદાન સહિતની માનવીય સેવાઓમાં શ્રેષ્ઠ પ્રદાન કરનાર રાજ્યના ૧૫ જિલ્લા અને ૧૦ તાલુકાઓના ૮૫ જેટલા સંસ્થાના સ્વયંસેવકો અને દાનવીરોનું મહાનુંભાવોના હસ્તે એવોર્ડ-પ્રશસ્તિપત્ર આપી સન્માન કરાયુ હતું.નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે રેડક્રોસ સોસાયટી દ્વારા થતી માનવીય સેવાની ઉમદા કામગીરીને બિરદાવતાં કહ્યુ કે, ગુજરાત અનેક સમાજસેવી પ્રવૃત્તિઓમાં મોખરે રહ્યુ છે, રાજ્યના નાગરિક પણ આ ક્ષેત્રે સ્વૈચ્છિક યોગદાન આપે એ આજના સમયની તાતી  જરૂરિયાત છે.

આ કાર્યક્રમ માં નર્મદા જિલ્લા રેડક્રોસ શાખાને ખાસ એવોર્ડ થી સન્નમાનવમા આવી હતી અને આ અવૉર્ડ રેડ્ક્રોસ્સ નર્મદાના ચેરમેન પ્રિ. એન. બી. મહિડા,વાઇસ ચેરમેન ડો.દેશનાબેન દેશમુખ તથા રેડક્રોસ નર્મદાના સભ્ય ભરતભાઈ વ્યાસે  સ્વીકાર્યો હતો આ એવોર્ડ નર્મદા જિલ્લા શાખા દ્વારા વર્ષ 2018-19 માં રક્તદાનને પ્રોત્સાહિત કરી જિલ્લાના અંતરિયાળ અને પછાત વિસ્તારમાં પણ બ્લડ પૂરું પાડી માનવીય સેવાઓ બદલ એનાયત કરવામાં આવ્યો હતો આ અંગે નર્મદા જિલ્લા રેડક્રોસના ચેરમેન પ્રિ. એન.બી.મહિડા એ જણાવ્યું હતું કે આ નર્મદા જિલ્લાના સ્વૈચ્છીક રક્તદાતા અને સમગ્ર રેડ્ક્રોસ્સ નર્મદાની ટિમને આભારી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપલા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!