નર્મદાના આમલી ગામે રાષ્ટ્રીય સન્માન સાથે અન્તિમ યાત્રા નિકળતા આખુ ગામ હિબકે ચઢ્યું

નર્મદાના આમલી ગામે રાષ્ટ્રીય સન્માન સાથે અન્તિમ યાત્રા નિકળતા આખુ ગામ હિબકે ચઢ્યું
Spread the love

રજા ભોગવી ને પોતાના વતન આમલી ગામથી આ જવાન પોતાના વતનથી નોકરી પર હાજર થવા સ્વીફટ કારમાં રાજસ્થાન જોધપુર બટાલિયન મા ફરજ પર હાજર થવા જતાં હતા ત્યારે તેમને કાર અકસ્માત નડયો હતો અને તેમની કારનો ભૂક્કો બોલી ગયો હતો આ અકસ્માત મા જવાન ને માથામાં ગંભીર ઇજા થતા તેમનુ કરૂણ મોત નીપજ્યુ હતુ. જેમાં આર્મી કેમ્પ દ્વારા આ સૈનિકના મૃતદેહ રાષ્ટ્રીય તિરંગામાં લપેટી રાજસ્થાનથી રાજપીપળા લાવવામાં આવ્યો હતો.

દેશસેવા કરતા આ જવાનનુ આ રીતે અકસ્માત મા મોત થતા આર્મી ના જવાનોએ તેના સ્વજનો ને જાણ કરી તેમના નશ્વરદેહ ને તેમના વતન આમલી ગામ લવાયાહતા.ત્યારે રાજપીપલા થી આમલી ગામે તિરંગા યાત્રા કાઢી દેશભક્તિ ના ગીતો સાથે રોડ શો કરી જવાનના નશ્વર દેહ ને મોડી રાત્રે આમલી ગામે લવાયા હતા સવારે જવાન યોગેશ વસાવા ની સવારે વતન મા રાષ્ટ્રીય સન્માન સાથે બંદૂકની સલામી આપી તિરંગા મા લપેટી ગામમાં અન્તિમ યાત્રા નિકળીહતી જેમા આખુ ગામ જોડાયું હતુ. આર્મી જવાનને ગાર્ડઓફ ઓનર આપી સલામી આપી વિધિવત અંતિમ વિધિ કરી હતી. તેની માતા પિતા યુવા પત્ની સહીત પરિવાર ભાર કલ્પાંત કરતા ગામના યુવાનની ચીર વિદાય થી આખું આમલી ગામ હીબકે ચઢ્યું હતું.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ , રાજપીપલા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!