નવસારી સરકારી કાર્યક્રમમાં બસો ખેંચી લેવાતા લોકોને હાલાકી

નવસારી સરકારી કાર્યક્રમમાં બસો ખેંચી લેવાતા લોકોને હાલાકી
Spread the love

નવસારી ખાતે સરકારી કાર્યક્રમમાં ભરૂચ નર્મદા ની બસો ખેંચી લેવાતા નર્મદા જિલ્લામાં દેડીયાપાડા રૂટની સંખ્યાબંધ બસો બંધ થઈ જતા લગ્ન સિઝનમાં લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જેમાં બે દિવસથી ગામડાંની બસો બંધ થઈ જતાં ગ્રામજનો પરેશાન થયા છે, ખાસ કરીને દેડીયાપાડા રૂટની બસો નવસારી તરફ કરવાથી માલસામોટ,ખૈડીપાડા, વાડવા, ચીકદા, ઉમરાન, માંડવા, ડુમખલ વગેરે ગામોની બસ સેવા બે દિવસથી બંધ કરી દેવાતા હાલ લગ્ન સિઝન અને શાળાઓમાં ચાલતી પરીક્ષા ટાણે ગ્રામજનો વિદ્યાર્થીઓ, મુશ્કેલીમાં મુકાઈ ગયા છે છેલ્લા બે દિવસથી અંકલેશ્વર ભરૂચ ડેપો માંથી આવતી દેડીયાપાડા રૂટની ગામડાંની બસો પાછી ખેંચી લેતા મુસાફર જનતા પરેશાન થઈ ગયા છે. આ અંગે દેડિયાપાડાના જાગૃત નાગરિક અને એડવોકેટ હિતેશ દરજી ના જણાવ્યા અનુસાર ગામડાની રૂટો બંધ કરાતા તો વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ અને વહેલી તકે રાબેતા મુજબ બસવ્યવહાર ચાલુ કરવો જોઈએ, બસ બંધ હોવાથી લોકોને ખાનગી વાહનોનો આશરો લેવો પડી રહ્યો છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!