માણાવદર તાલુકાનાં મટીયાણા ગામે આવેલ તળાવમાં દેશી-વિદેશી પક્ષીઑનું આગમન

માણાવદર તાલુકાના મટીયાણા ગામ માં એક ખૂબ વિશાળ પણ છીછરું તળાવ આવેલું છે. આ તળાવમાં આજરોજ ખુબ મોટી સંખ્યામાં દેશી તથા વિદેશી પક્ષીઓ જોવા મળ્યા હતા. આજે ગ્લોબલ વોર્મિંગના યુગમાં જે પક્ષીઓ ના દર્શન દુર્લભ છે. એવા ખૂબ નયનરમ્ય પક્ષીઓ મટીયાણા ગામ ના આંગણે મહેમાન બન્યા હતા પક્ષીઓની સંખ્યા અસંખ્ય હતી અને તળાવ પણ વિશાળ હોવાના કારણે ગણી શકાય તેમ ન હતી. આ દ્રશ્યને જોઈને કુદરત પણ જાણે મટીયાણા ના આંગણે મહેમાન થયો હોય એવું લાગ્યું હતું. આ કુદરતી દ્રશ્ય જોઈ રાજીપો અનુભવતા ગ્રામજનોએ જણાવ્યું હતું કે તળાવ હજુ થોડું ઊંડું થાય તો ગામના ખેડૂતોને ખૂબ લાભ મળે અને કુદરતના ખોળે રમનારા પક્ષીઓ ખૂબ આનંદિત થાય આ તળાવ થી મટીયાણા ગામના ખેડૂતોને ખૂબ મોટો લાભ થાય છે. અને હજું પણ જૉ તળાવ ને વધુંં ઉંડુ કરવામાં આવે તેમ મટીયાણા ગામના ખેડૂત આગેવાન રાજુભાઈ બૉરખતરીયા ઇચ્છી રહયા છે.તેમજ ગામના આગેવાન વરંજાગભાઇ ઝાલા એ પણ આ તળાવ ને ઉંડુ ઉતારવા માટે સરકારમાં પણ રજૂઆતો કરેલ છે.
રીપૉર્ટ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)