સાપુતારામા ગટરનુ પાણી રસ્તા પર ફરી વળતા લોકો દુગૅધથી પરેશાન

સાપુતારામા ગટરનુ પાણી રસ્તા પર ફરી વળતા લોકો દુગૅધથી પરેશાન
Spread the love

સાપુતારામા ગટરનુ પાણી રસ્તા પર ફરી વળતા લોકો દુગૅધ થી પરેશાન સાપુતારા ની શીતળતાનો અહેસાસ કરવા આવતા પ્રવાસીઓને અબાલવૃદ્ધ સૌને કંઇક નવુ મનોરંજન મળી રહે તેઓ તેમના સાપુતારાના પ્રવાસે યાદગાર બનાવી શકે તે માટે અહી રાજય સરકાર જિલ્લા પ્રશાસન દ્ધારા અનેકવિધ નવા આકષૅણો ઉપલબ‌ધ કરવાયા છે. ત્યારે અહી સાપુતારામા પાણી પુરવાઠા વિભાગ દ્ધારા કરોડોના ખચૅ બનાવવામા આવેલ ગટર લાઇનમા ભંગાણ થ ઇ જતા કોઇક જગ્યાએ તટી ગ ઇ અથવા તો લીકેજ થ ઇ ઉભરાઇ જતા કરોડો રૂપિયા પાણીમા ગયાનો અહેસાસ સ્થાનિકો કરીરહ્યા છે.

જયારે હાલમા સાપુતારામા રોઝ ગાડૅન તરફ જતા સિધ અરચિત પેલેસ હોટલના પાછળના ભાગે ગટર લિકેજ થ ઇ જવાથી ગટરનુ પાણી રસ્તા પર વહી રહ્યુછે જેને આજે એક થી બે મહિના થવા આવ્યા છતા પાણી પુવૅઠા વિભાગ અને નોટિ ફાઇડ એરિયાના કમૅચારી ઓ કુભ કણૅની નીદ્રા સેવી રહ્યા છે.જયારે અહી રોઝ ગાડૅન મા ફરવા આવતા પ્રવાસીઓ દુગૅધ થી અને ગંદુ અને ગોબરૂ દેખાવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠવાની નોબત ઉભી થ ઇ રહી છે.દુગૅધ અને ગંધકી થી રોગચાળો ફેલાવાતો અને ગંભીર બિમારીઓનો ભોગ બને તેવા સંજોગો સજૉયા છે. જેથી વહલી તકે સ્થાનિક પ્રશાસન દ્ધારા યોગ્ય નિકાલ કરવામા આવે એવી માગ સ્થાનિકો દ્ધારા કરવામા આવી રહી છે.

રિપોર્ટ : વનરાજ પવાર (ડાંગ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!