વડોદરા ખાતે ‘માનવતા કેમ્પેઇન ચેરીટેબલ ટ્રસ્ટ’ ના વાર્ષિક ઉત્સવની સાથે સાથે પ્રદર્શન કમ ફનફેર કાર્યક્રમ

વડોદરા ખાતે ‘માનવતા કેમ્પેઇન ચેરીટેબલ ટ્રસ્ટ’ ના વાર્ષિક ઉત્સવની સાથે સાથે પ્રદર્શન કમ ફનફેર કાર્યક્રમ
Spread the love

સામાજિક સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરતી અને સમાજના જરૂરિયાતમંદ લોકોને સહાયભૂત થતી સંસ્થા ‘માનવતા કેમ્પેઇન ચેરીટેબલ ટ્રસ્ટ’ ના સ્થાપક મમતા શાહ અને સાથીદાર નીલમબેન નાગર એ પ્રેસ/મીડિયાને એક સંયુક્ત નિવેદન આપતા જણાવ્યું હતું કે, સ્ત્રી સશક્તિકરણ માટેની અમારી ચળવળ સમાન ‘વીમેન એમ્પાવરમેન્ટ ગૃપ’, જે તાજેતરમાં જ પાંચમા મંગલકારી વર્ષ માં પ્રવેશ્યું છે. વળી, અમારી આ સંસ્થાના સૌજન્યથી વીમેન એમ્પાવરમેન્ટ ગૃપ દ્વારા સમાજની તમામ સ્તરની સ્ત્રીઓ, વ્યવસાયિક ક્ષેત્રે પણ પ્રગતિ સાધી શકે અને સશક્ત બને તે હેતુથી, પ્રતિ વર્ષની માફક સતત ચોથા વર્ષે તા. ૯ ફેબ્રુઆરી, રવિવારે કારેલીબાગ ખાતે અંબાલાલ પાર્કના ગરબા ગ્રાઉન્ડ પર, વાર્ષિક ઉત્સવની સાથે સાથે અનોખા પ્રદર્શન કમ ફનફેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં ખાણીપીણી સહિત એકસો વીસ જેટલા વિવિધ પ્રકારના સ્ટોલ્સની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. સતત ચોથા વર્ષે આ કાર્યક્રમ નું આયોજન થયું હોવાથી, પ્રદર્શનીમાં ભાગ લેનારી ગૃપની મહિલાઓમાં અદમ્ય ઉત્સાહ સાથે આત્મ વિશ્વાસની ઝલક જોવા મળતી હતી.

આ કાર્યક્રમની અન્ય વિશિષ્ટતા એ હતી કે, પ્રત્યેક વર્ષની માફક જ સમારોહનું ઉદ્ઘાટન સ્લમ વિસ્તારના અને સાચા અર્થમાં જરૂરિયાતમંદ કહી શકાય તેવા દિવ્યાંગ બાળકોના મારફતે જ કરાવવામાં આવ્યું હતું. મંચ ઉપર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆતની સાથે સાથે, આ એક એવો મંચ બની ગયો હતો કે, જ્યાં વડોદરાની જ બાવીસેક સેવાકીય કાર્યો કરતી સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના સમાજ સેવાકીય કાર્યોને બિરદાવવા સન્માનિત કરવામાં આવ્યા હતા. વળી, આ ચતુર્થ વાર્ષિકોત્સવના અવસર પર શહેરના પ્રથમ નાગરિક મેયર ડૉ.જીગીશા બેન શેઠ, ક્યુબ કન્સ્ટ્રક્શનના જોઇન્ટ મેનેજીંગ ડીરેક્ટર બિંદીયા શાહ તેમજ બ્રહમશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ શ્રીમતી મીના મહેતા યુનાઇટેડ વે ઓફ બરોડા ના ડાયરેક્ટર ડૉ.બિનીતા વિરડીયા તથા ટેકમેટ્રો સોફ્ટવેર પ્રા. લી. ના એમ.ડી. શ્રીમતી હેમાલી દેસાઈ વિ.અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહી અમને પ્રોત્સાહિત કર્યા હતા.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!