કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા સામૂહિક કોમ્બિંગ

કડી વિસ્તારમાં પરપ્રાંતીય મજૂરો મોટા પ્રમાણમાં વસવાટ કરવાના કારણે ચોરી લૂંટ ધાડ જેવા ગુનાઓનું પ્રમાણ વધ્યું હોવાથી મહેસાણા પોલીસની ૭ ટીમોએ સઘન કોમ્બિંગ કર્યું હતું. કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓઇલ મિલો સિરામિક ઉદ્યોગ કેમિકલ ફેક્ટરીઓ કપાસના ગોડાઉનો તથા મોટી ફેક્ટરીઓ હોવાથી પરપ્રાંતીય મજૂરોની સંખ્યામાં વધારો થયો છે અસામાજિક તત્વોનો પણ વધારો થયેલો હોવાથી ધાડ લૂંટ ચોરી જેવા બનાવો વધ્યા છે અસામાજિક તત્વો ને ચેક કરવા કલોલ તાલુકા, સાતેજ, કડી પોલીસ વિસ્તારમાં રવિવારે બપોર બાદ સામૂહિક કોમ્બિંગ હાથ ધરાયું હતું એસપી મનીષસિંઘની સૂચના અનુસાર કડી વિસ્તારના તમામ એમ.જી.આર કાર્ડવાળા ઇસમો,જાણીતા સક્રિય ગુનેગારો, રીઢા ગુનેગારો ,બુટલેગર,જાણીતા ગ્લેમર્સ,નાસતા/ફરતા/વોન્ટેડ પેરોલ ફોરના જામીન ઉપરથી છૂટેલા આરોપીઓ શંકાસ્પદ પરપ્રાંતીય બાંગ્લાદેશી હોવાના સંભવિત સ્થળોનું ચેકિંગ કરાયું હતું એસપીના માર્ગદર્શન હેઠળ ૩ ડીવાયએસપી ૫ પીઆઇ એલસીબી, એસઓજીની તમામ ટીમો ૧૦ પીએસઆઇ,૧૫૦ પોલીસની ૭ ટીમો સામૂહિક કોમ્બિંગમાં જોડાઇ હતી.