ખોટી અને ભ્રમિત કરે તેવી જાહેરખબર દેખાડવા પર 5 વર્ષની જેલ થશે

ગુજરાત સરકારે વર્તમાન ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડી એક્ટ.૧૯૫૪ માં સુધારો કરવાનો નિર્ણય કર્યો. કંપનીઓને આવા ભ્રમિત દાવાઓ કરતા અટકાવવા માટે અત્યારે કાયદામાં જે દંડની જોગવાઈ છે. તે પર્યાપ્ત નથી. ખોટી અને ભ્રમિત કરે તેવી જાહેરખબરોને રોકવા માટે સરકાર એક નવો કાયદો લાવી રહી છે. ગોરા બનાવવાની. હાઈટ વધારવાની. અથવા વજન ઘટાડવા. જેવી નકલી જાહેરખબરો પર કંપનીઓને ૫૦ લાખ રૂપિયા સુધીનો દંડ આપવો પડશે. તે ઉપરાંત ૫ વર્ષ સુધીની સજા પણ થઈ શકે છે. કેન્દ્ર સરકારે ઉત્પાદનો વેચવા માટે ઉપયોગમાં લેવાતી ખોટી જાહેરખબર પર પ્રતિબંધ મૂકવા માટે વર્તમાન ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડી (ઓબ્જેક્શનેબલ એડવર્ટાઈઝમેન્ટ) એક્ટ-૧૯૫૪ માં સુધારો કરવાનો નિર્ણય કર્યો છે.
તે અંતર્ગત તમારા ઉત્પાદનો વેચવા માટે ખોટી જાહેરખબર બનાવવા પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ કરવામાં આવી રહી છે. કેટલો દંડ લાગશે. અધિકારીના જણાવ્યા પ્રમાણે, શરીરને આકર્ષણ બનાવવાના ખોટા વાયદા કરતી જાહેરખબર દેખાડવા કંપનીઓ પર ૧૦ લાખ રૂપિયા સુધી દંડ અને બે વર્ષની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી રહી છે. તેમ છતાં, કંપનીઓ આવી જાહેરખબરો દેખાડવાનું બંધ નહીં કરે તો ૫૦ લાખ રૂપિયા સુધીનો દંડ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી રહી છે. તે ઉપરાંત તેને ૫ વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે.
અત્યારે શું છે. જોગવાઈઓ કંપનીઓને આવા ભ્રમિત દાવાઓ કરતા અટકાવવા માટે અત્યારે કાયદામાં જે દંડની જોગવાઈ છે. તે પર્યાપ્ત નથી. વર્તમાનમાં આ પ્રકારની જાહેરખબરો દેખાડવા પર ૬ મહિના સુધીની જેલ અથવા દંડ બંને થઈ શકે છે. તો બીજી બાજુ. બે વખત અથવા તેનાથી વધારે વખત દોષી સાબિત થાય છે. તો ૧વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંને થઈ શકે છે. અત્યારે દંડ તરીકે વધુ રકમ વસૂલવાની કોઈ જોગવાઈ નથી.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)