માણાવદર નગર પાલીકાના ખાસ જનરલ બૉર્ડમાં કોંગ્રેસ અને ભાજપના સભ્યો આમને-સામને

માણાવદર નગર પાલીકાના ખાસ જનરલ બૉર્ડમાં કોંગ્રેસ અને ભાજપના સભ્યો આમને-સામને
Spread the love
  • ફકત ૧ સભ્યની બહુમતીથી ભાજપ આગળ પરંતુ જનરલ બૉર્ડમાં કોંગ્રેસનો હાથ ઉંચો રહ્મો
  • મુળ કોંગ્રેસના અને હાલ ભાજપમાં જોડાયેલા સભ્યોને કોંગ્રેસએ વ્હીપ આપતાં ખળભળાટ
  • વ્હીપનો ઉલાળ્યો કરવા ઈન્ચાર્જ પ્રમુખ સહીત કોંગ્રેસના પાંચ સભ્યો ગેરહાજર રહ્યા
  • કોંગ્રસ પક્ષે પક્ષાંતર ધારા હેઠળ પગલા લેવા તૈયારી શરૂ કરી

આજ તા.૧૦/૨/૨૦૨૦ નાં રોજ માણાવદર નગર પાલીકાની ખાસ સાધારણ સભા મળી હતી. કોંગ્રેસના ૧૧ સભ્યોએ ખાસ સાધારણ સભા બોલાવવા માંગણી કરી હતી. કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચુંટાયેલા ૧૫ સભ્યો છે અને ભાજપના ૧૨ સભ્યો છે જ્યારે ૧ સભ્ય અપક્ષ ચુંટાયેલ છે. આ વિસ્તારના દિગ્ગજ નેતા અને હાલ ગુજરાત સરકારના કેબીનેટ મંંત્રી જવાહરભાઈ ચાવડા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા ત્યારે તેમની સાથે કોંગ્રેસના નગર પાલીકાના સભ્યો પણ ભાજપમાં જોડાયા હતા. પરતુ નગર પાલીકાના ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે મન મેળ નથી. ઉપ પ્રમુખ જગમાલભાઈ હુંબલ પાસે પ્રમુખનો ચાર્જ છે તેઓ મૂળ કોંગ્રેસના છે. કોંગ્રેસનાં જ ૧૧ સભ્યોએ પ્રમુખને બેઠક બોલાવવા નોટીસ આપી હતી તેના અનુસંધાને આજે ખાસ સાધારણ સભા મળી હતી.

જેમાં કોંગ્રેસના ૧૫ સભ્યોને પક્ષ તરફથી વ્હીપ બજાવવામાં આવી હતી. વ્હીપની ગંધ આવી જતાં ઈન્ચાર્જ પ્રમુખ સહીત કોંગ્રેસના પાંચ સભ્યો ગેર હાજર રહ્યા હતા. કોંગ્રેસના ૧૦ સભ્યોને વ્યક્તિગત અને તમામ સભ્યોને જનરલ બૉર્ડમાં કોંગ્રેસ તરફથી જનરલ વ્હીપ બજાવવામાં આવી હતી. મુળ કોંગ્રેસના ૧૦ અને ૧ અપક્ષ સહીત ૧૧ સભ્યોએ રીક્વીઝેશન બેઠકના મુદ્દા મુજબ ઠરાવો કરવાની તરફેણ કરી હતી જ્યારે મુળ ભાજપના ૧૨ સભ્યોએ વિરોધ કર્યો હતો. ઈન્ચાર્જ પ્રમુખ ગેર હાજર હોવાથી સભાનું અધ્યક્ષ સ્થાન ભાજપના સદસ્યા કાજલ બેન મારડીયાએ લીધું હતું.

વ્હીપથી બચવા ગેર હાજર રહેલા કોંગ્રેસના પાંચ સદસ્યો સામે કોંગ્રેસ પક્ષ પક્ષાંતર ધારા નીચે કાર્યવાહી કરશે એવું કોંગ્રેસ પક્ષના તાલુકા પ્રમુખ અરવિંદભાઈ લાડાણીએ જણાવ્યું હતુ. ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચેના ગજ ગ્રાહના કારણે માણાવદર શહેરનો વિકાસ રૂંધાય રહ્યો છે તેથી નગર પાલીકાની હાલની સ્થિતિને નેટ એન્ડ ક્લીન એન્ડ કલીયર કરવા કોંગ્રેસ પક્ષના પ્રમુખ અરવિંદભાઈ લાડાણી જહેમત ઉઠાવી રહ્યા છે.

રીપૉર્ટર : જીજ્ઞેશ પટેલ (માણાવદર)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!