પરિણીતા પર પડોશી યુવક અને તેના કાકાએ દુષ્કર્મ આચરતા ખળભળાટ
આણંદ,
ખંભાતમાં રહેતી ૧૯ વર્ષીય પરિણીતા ગર્ભવતી થયેલી હોય અને સીમંત હોય પિયરમાં રહેવા માટે આવી હતી. દરમિયાન તેને હાલમાં ત્રણ માસનો દીકરો પણ થયો હતો. દરમિયાન, તેના ઘરે પડોશમાં રહેતો વિપુલ ચીમન પરમાર અવાર-નવાર આવતો હતો. વિપુલ રિક્ષા ડ્રાઈવિંગ કરી પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે. ગત ચોથી ફેબ્રુઆરીના રોજ સવારે અગિયાર વાગ્યે વિપુલે પરિણીતાને ફોન કરીને કÌšં હતું કે તું શંખવા જવાના રોડ પર આવી જા. જેને પગલે તેણી શંખવા જવાના રોડ પર ગઈ હતી. એ વખતે રિક્ષામાં વિપુલ તથા તેના કાકા પ્રવિણ ઉર્ફે લાલા જેસંગ પરમાર રિક્ષામાં હતા.
પરિણીતા રિક્ષામાં બેસી ગઈ હતી. એ પછી ત્રણેય જણાં વાડોલા ગયા હતા. અને વાડોલાથી ચુવા ગામના રેલવે સ્ટેશને તેના કાકાએ પરિણીતા અને વિપુલને રિક્ષામાંથી નીચે ઉતારી દીધા હતા. બાદમાં વિપુલને તું ચિંતા ન કરીશે હું અહીંયા બધું જાઈ લઈશ તેમ કÌšં હતું. બાદમાં તેઓ જતા રહ્યા હતા. બીજી તરફ વિપુલ ચુવા ગામના રેલવે સ્ટેશન પર રાત્રિના રોકાયેલા હતા. એ સમયે પરિણીતા પાસેનો ફોન વિપુલે લઈ લીધો હતો. વધુમાં વિપુલે પટાવી-ફોસલાવી તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બીજા દિવસે સવારે તેઓ વડોદરા ખાતે ગયા હતા. વડોદરા બસ સ્ટેન્ડ પાસેની મહારાજા હોટલમાં રોકાયા હતા. ત્યાં વિપુલે તેને ધમકી આપી હતી કે, તું મારી સાથે નહીં આવે તો તને જાનથી મારી નાંખીશ. જેને પગલે પરિણીતા તેની સાથે ત્રણ દિવસ સુધી રોકાઈ હતી. જ્યાં વિપુલે પરિણીતા સાથે અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન, શનિવારે વિપુલે તેના બનેવી નગીનભાઈને ફોન કરતાં નગીનભાઈએ બંનેની શોધખોળ તેમના પરિવારજનો કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. વધુમાં વિપુલના માતા-પિતાને પોલીસ સ્ટેશને બોલાવ્યા હોવાનું પણ કÌšં હતું. જેને પગલે વિપુલ પરિણીતાને લઈને ખંભાત પરત આવી ગયો હતો. બાદમાં પરિણીતાએ વિપુલ અને તેના કાકા પ્રવિણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.