સીએએના સમર્થનમાં આવતીકાલે સીએમની હાજરીમાં ૨ કિમી લાંબી તિરંગાયાત્રા

સીએએના સમર્થનમાં આવતીકાલે સીએમની હાજરીમાં ૨ કિમી લાંબી તિરંગાયાત્રા
Spread the love

રાજકોટ,
સીએએના સમર્થનમાં રાજકોટમાં ૧૩ ફેબ્રુઆરીને ગુરૂવારે રાષ્ટÙીય એકતા સમિતિ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના હસ્તે બહુમાળી ભવન ચોકથી તિરંગાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે જે મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે પૂર્ણ થશે. ૨ કિલોમીટર લાંબા તિરંગા સાથે તિરંગાયાત્રા નીકળશે. આ યાત્રામાં શહેર અને જિલ્લા ભાજપના કાર્યકરો, વિવિધ સમાજના લોકો, અગ્રણીઓ જાડાશે.

શરૂઆતમાં તિરંગા યાત્રામાં ઘોડા, બેન્ડ, ભારત માતાનો ફ્લોટ્‌સ, બે કિમીનો તિરંગો, વેપારી આગેવાન, સામાજીક આગેવાન, વિદ્યાર્થીઓ રહેશે. વંદે માતરમ, આઇ સપોર્ટ સીએએ જેવા નારા લગાવવામાં આવશે. ૮.૩૦થી ૧૧.૩૦ એમ ત્રણ કલાક શહેરના રાજમાર્ગો પર ફરશે. બહુમાળી પાસે આવેલા સરદાર પટેલની પ્રતિમાંથી શરૂઆત થશે. બાદમાં ગાંધીજીની પ્રતિમા પાસે પહોંચશે. બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા પડોશી દેશોમાંથી રાજકોટ આવીને વસેલા આશરે ૪૦૦ શરણાર્થી લોકો આ રેલીમાં ખાસ જાડાનાર છે. જેઓને ટૂંક સમયમાં સીએએના કાયદા અંતર્ગત ભારતીય નાગરિકતા આપવામાં આવનાર છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!