ચપ્પુની અણીએ રીક્ષાચાલક પાસેથી રોકડ, મોબાઇલ લૂંટી લૂંટારૂ ફરાર
સુરત,
પાંડેસરા શાંતિવન સોસાયટી સોમવારે મધરાત્રે રોજીંદા પેસેન્જરને ઉતારી રહેલા રીક્ષા ચાલકને ચપ્પુની અણીએ બાનમાં લઇ રોકડ અને મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૮૯૫૦ની મત્તા લુંટી લેનાર ડીવન નામના અજાણ્યા યુવાનની પાંડેસરા પોલીસે શોધખોળ હાથ ધરી છે.
પાંડેસરા ગુ. હા. બોર્ડ નજીક શÂક્તનગર સોસાયટીમાં રહેતો રીક્ષા ચાલક કિશોર નારાયણ પાટીલ (ઉ.વ. ૪૨) ગત રાત્રે ૧૧.૩૦ વાગ્યાના અરસામાં તેના રોજીંદ પેસેન્જર રોહિત ગુપ્તાને તેમના રહેણાંક પાંડેસરા શાંતિવન સોસાયટી પાસે ઉતારીને ભાડુ લઇ રહ્યો હતો. તે દરમ્યાનમાં નંબર પ્લેટ વિનાની સ્પ્લેન્ડર મોટરસાઇકલ પર એક યુવાન ઘસી આવ્યો હતો. અજાણ્યા યુવાને ચપ્પુની અણીએ કિશોરને બાનમાં લઇ તારી પાસે મોબાઇલ-રોક્ડ રૂપિયા જે હોય તે મને આપી દે એમ કહી રીક્ષાના આગળના ભાગે રોક્ડ મત્તા વાળો રૂમાલ કે જેમાં રૂ. ૯૫૦ અને મોબાઇલ ફોન હતા તે લુંટી લીધા હતા.
આ દરમ્યાનમાં રીક્ષામાંથી ઉતરી ભાડુ આપી રહેલા રોજીંદા પેસેન્જર રાહુલ ગુપ્તાએ ચપ્પુની અણીએ બાનમાં લઇ કિશોરને લુંટનાર યુવાનને કÌšં હતું કે ડીવન જવા દે. જેથી ડિવન નામના અજાણ્યા યુવાન વિરૂધ્ધ રીક્ષા ચાલક કિશોર પાટીલે પાંડેસરા પોલીસ મથકમાં લુંટની ફરિયાદ નોંધાવી હતી.